૫૮૨
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
પક્ષ છોડાવવા ઉપદેશ કર્યો છે કે — ભેખમાત્રથી (વેશમાત્રથી, બાહ્યવ્રતમાત્રથી) મોક્ષ નથી,
પરમાર્થ મોક્ષમાર્ગ તો આત્માના પરિણામ જે દર્શન - જ્ઞાન - ચારિત્ર તે જ છે. વ્યવહાર આચારસૂત્રમાં
કહ્યા અનુસાર જે મુનિ-શ્રાવકનાં બાહ્ય વ્રતો છે, તેઓ વ્યવહારથી નિશ્ચયમોક્ષમાર્ગનાં સાધક છે;
તે વ્રતોને અહીં છોડાવ્યાં નથી, પરંતુ એમ કહ્યું છે કે તે વ્રતોનું પણ મમત્વ છોડી પરમાર્થ
મોક્ષમાર્ગમાં જોડાવાથી મોક્ષ થાય છે, કેવળ ભેખમાત્રથી – વ્રતમાત્રથી મોક્ષ નથી.
હવે આ જ અર્થને દ્રઢ કરતી આગળની ગાથાની સૂચનારૂપે શ્લોક કહે છેઃ —
શ્લોકાર્થઃ — [आत्मनः तत्त्वम् दर्शन - ज्ञान - चारित्र - त्रय - आत्मा] આત્માનું તત્ત્વ દર્શન-
જ્ઞાનચારિત્રત્રયાત્મક છે (અર્થાત્ આત્માનું યથાર્થ રૂપ દર્શન, જ્ઞાન ને ચારિત્રના ત્રિકસ્વરૂપ છે);
[मुमुक्षुणा मोक्षमार्गः एकः एव सदा सेव्यः] તેથી મોક્ષના ઇચ્છક પુરુષે (આ દર્શનજ્ઞાનચારિત્રસ્વરૂપ)
મોક્ષમાર્ગ એક જ સદા સેવવાયોગ્ય છે. ૨૩૯.
હવે આ જ ઉપદેશ ગાથા દ્વારા કરે છેઃ —
તું સ્થાપ નિજને મોક્ષપંથે, ધ્યા, અનુભવ તેહને;
તેમાં જ નિત્ય વિહાર કર, નહિ વિહર પરદ્રવ્યો વિષે. ૪૧૨.
ગાથાર્થઃ — (હે ભવ્ય!) [मोक्षपथे] તું મોક્ષમાર્ગમાં [आत्मानं स्थापय] પોતાના આત્માને
સ્થાપ, [तं च एव ध्यायस्व] તેનું જ ધ્યાન કર, [तं चेतयस्व] તેને જ ચેત – અનુભવ અને [तत्र एव
नित्यं विहर] તેમાં જ નિરંતર વિહાર કર; [अन्यद्रव्येषु मा विहार्षीः] અન્ય દ્રવ્યોમાં વિહાર ન કર.
ટીકાઃ — (હે ભવ્ય!) પોતે અર્થાત્ પોતાનો આત્મા અનાદિ સંસારથી માંડીને પોતાની
પ્રજ્ઞાના ( – બુદ્ધિના) દોષથી પરદ્રવ્યમાં – રાગદ્વેષાદિમાં નિરંતર સ્થિત રહેલો હોવા છતાં, પોતાની
(अनुष्टुभ्)
दर्शनज्ञानचारित्रत्रयात्मा तत्त्वमात्मनः ।
एक एव सदा सेव्यो मोक्षमार्गो मुमुक्षुणा ।।२३९।।
मोक्खपहे अप्पाणं ठवेहि तं चेव झाहि तं चेय ।
तत्थेव विहर णिच्चं मा विहरसु अण्णदव्वेसु ।।४१२।।
मोक्षपथे आत्मानं स्थापय तं चैव ध्यायस्व तं चेतयस्व ।
तत्रैव विहर नित्यं मा विहार्षीरन्यद्रव्येषु ।।४१२।।
आसंसारात्परद्रव्ये रागद्वेषादौ नित्यमेव स्वप्रज्ञादोषेणावतिष्ठमानमपि, स्वप्रज्ञागुणेनैव ततो