Samaysar (Gujarati). Kalash: 240.

< Previous Page   Next Page >


Page 583 of 642
PDF/HTML Page 614 of 673

 

background image
કહાનજૈનશાસ્ત્રમાળા ]
સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
૫૮૩
પ્રજ્ઞાના ગુણ વડે જ તેમાંથી પાછો વાળીને તેને અતિ નિશ્ચળપણે દર્શન - જ્ઞાન - ચારિત્રમાં નિરંતર
સ્થાપ; તથા સમસ્ત અન્ય ચિંતાના નિરોધ વડે અત્યંત એકાગ્ર થઈને દર્શન - જ્ઞાન - ચારિત્રને જ
ધ્યા; તથા સમસ્ત કર્મચેતના અને કર્મફળચેતનાના ત્યાગ વડે શુદ્ધજ્ઞાનચેતનામય થઈને દર્શન -
જ્ઞાન - ચારિત્રને જ ચેતઅનુભવ; તથા દ્રવ્યના સ્વભાવના વશે (પોતાને) જે ક્ષણે ક્ષણે પરિણામો
ઊપજે છે તે - પણા વડે (અર્થાત્ પરિણામીપણા વડે) તન્મય પરિણામવાળો (દર્શન -
જ્ઞાનચારિત્રમય પરિણામવાળો) થઈને દર્શન - જ્ઞાન - ચારિત્રમાં જ વિહર; તથા જ્ઞાનરૂપને એકને
જ અચળપણે અવલંબતો થકો, જેઓ જ્ઞેયરૂપ હોવાથી ઉપાધિસ્વરૂપ છે એવાં સર્વ તરફથી
ફેલાતાં સમસ્ત પરદ્રવ્યોમાં જરા પણ ન વિહર.
ભાવાર્થઃપરમાર્થરૂપ આત્માના પરિણામ દર્શન - જ્ઞાન - ચારિત્ર છે; તે જ મોક્ષમાર્ગ
છે. તેમાં જ (દર્શનજ્ઞાનચારિત્રમાં જ) આત્માને સ્થાપવો, તેનું જ ધ્યાન કરવું, તેનો જ
અનુભવ કરવો અને તેમાં જ વિહરવુંપ્રવર્તવું, અન્ય દ્રવ્યોમાં ન પ્રવર્તવું. અહીં પરમાર્થે એ
જ ઉપદેશ છે કેનિશ્ચય મોક્ષમાર્ગનું સેવન કરવું, કેવળ વ્યવહારમાં જ મૂઢ ન રહેવું.
હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થઃ[द्रग् - ज्ञप्ति - वृत्ति - आत्मकः यः एषः एकः नियतः मोक्षपथः] દર્શન-
જ્ઞાનચારિત્રસ્વરૂપ જે આ એક નિયત મોક્ષમાર્ગ છે. [तत्र एव यः स्थितिम् एति] તેમાં જ જે
પુરુષ સ્થિતિ પામે છે અર્થાત્ સ્થિત રહે છે, [तम् अनिशं ध्यायेत्] તેને જ નિરંતર ધ્યાવે છે,
व्यावर्त्य दर्शनज्ञानचारित्रेषु नित्यमेवावस्थापयातिनिश्चलमात्मानं; तथा समस्तचिन्तान्तर-
निरोधेनात्यन्तमेकाग्रो भूत्वा दर्शनज्ञानचारित्राण्येव ध्यायस्व; तथा सकलकर्मकर्मफलचेतनासंन्यासेन
शुद्धज्ञानचेतनामयो भूत्वा दर्शनज्ञानचारित्राण्येव चेतयस्व; तथा द्रव्यस्वभाववशतः प्रतिक्षण-
विजृम्भमाणपरिणामतया तन्मयपरिणामो भूत्वा दर्शनज्ञानचारित्रेष्वेव विहर; तथा ज्ञानरूप-
मेकमेवाचलितमवलम्बमानो ज्ञेयरूपेणोपाधितया सर्वत एव प्रधावत्स्वपि परद्रव्येषु सर्वेष्वपि मनागपि
मा विहार्षीः
(शार्दूलविक्रीडित)
एको मोक्षपथो य एष नियतो द्रग्ज्ञप्तिवृत्त्यात्मक-
स्तत्रैव स्थितिमेति यस्तमनिशं ध्यायेच्च तं चेतति
तस्मिन्नेव निरन्तरं विहरति द्रव्यान्तराण्यस्पृशन्
सोऽवश्यं समयस्य सारमचिरान्नित्योदयं विन्दति
।।२४०।।