૫૮૪
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
[तं चेतति] તેને જ ચેતે – અનુભવે છે, [च द्रव्यान्तराणि अस्पृशन् तस्मिन् एव निरन्तरं विहरति]
અને અન્ય દ્રવ્યોને નહિ સ્પર્શતો થકો તેમાં જ નિરંતર વિહાર કરે છે, [सः नित्य - उदयं समयस्य
सारम् अचिरात् अवश्यं विन्दति] તે પુરુષ, જેનો ઉદય નિત્ય રહે છે એવા સમયના સારને
(અર્થાત્ પરમાત્માના રૂપને) થોડા કાળમાં જ અવશ્ય પામે છે — અનુભવે છે.
ભાવાર્થઃ — નિશ્ચયમોક્ષમાર્ગના સેવનથી થોડા જ કાળમાં મોક્ષની પ્રાપ્તિ થાય એ
નિયમ છે. ૨૪૦.
‘જેઓ દ્રવ્યલિંગને જ મોક્ષમાર્ગ માની તેમાં મમત્વ રાખે છે, તેમણે સમયસારને અર્થાત્
શુદ્ધ આત્માને જાણ્યો નથી’ — એમ હવેની ગાથામાં કહેશે; તેની સૂચનાનું કાવ્ય પ્રથમ કહે
છેઃ —
શ્લોકાર્થઃ — [ये तु एनं परिहृत्य संवृति - पथ - प्रस्थापितेन आत्मना द्रव्यमये लिङ्गे ममतां
वहन्ति] જે પુરુષો આ પૂર્વોક્ત પરમાર્થસ્વરૂપ મોક્ષમાર્ગને છોડીને વ્યવહારમોક્ષમાર્ગમાં સ્થાપેલા
પોતાના આત્મા વડે દ્રવ્યમય લિંગમાં મમતા કરે છે (અર્થાત્ એમ માને છે કે આ દ્રવ્યલિંગ
જ અમને મોક્ષ પમાડશે), [ते तत्त्व - अवबोध - च्युताः अद्य अपि समयस्य सारम् न पश्यन्ति] તે પુરુષો
તત્ત્વના યથાર્થ જ્ઞાનથી રહિત વર્તતા થકા હજુ સુધી સમયના સારને (અર્થાત્ શુદ્ધ આત્માને)
દેખતા – અનુભવતા નથી. કેવો છે તે સમયસાર અર્થાત્ શુદ્ધ આત્મા? [नित्य - उद्योतम् ] નિત્ય
પ્રકાશમાન છે (અર્થાત્ કોઈ પ્રતિપક્ષી થઈને જેના ઉદયનો નાશ કરી શકતું નથી), [अखण्डम्]
અખંડ છે (અર્થાત્ જેમાં અન્ય જ્ઞેય આદિના નિમિત્તે ખંડ થતા નથી), [एकम्] એક છે (અર્થાત્
પર્યાયોથી અનેક અવસ્થારૂપ થવા છતાં જે એકરૂપપણાને છોડતો નથી), [अतुल - आलोकं] અતુલ
( – ઉપમારહિત) જેનો પ્રકાશ છે (કારણ કે જ્ઞાનપ્રકાશને સૂર્યાદિકના પ્રકાશની ઉપમા આપી
શકાતી નથી), [स्वभाव - प्रभा - प्राग्भारं] સ્વભાવપ્રભાનો પુંજ છે (અર્થાત્ ચૈતન્યપ્રકાશના સમૂહરૂપ
છે), [अमलं] અમલ છે (અર્થાત્ રાગાદિ - વિકારરૂપી મળથી રહિત છે).
(આ રીતે, જેઓ દ્રવ્યલિંગમાં મમત્વ કરે છે તેમને નિશ્ચય - કારણસમયસારનો અનુભવ
નથી; તો પછી તેમને કાર્યસમયસારની પ્રાપ્તિ ક્યાંથી થાય?) ૨૪૧.
(शार्दूलविक्रीडित)
ये त्वेनं परिहृत्य संवृतिपथप्रस्थापितेनात्मना
लिङ्गे द्रव्यमये वहन्ति ममतां तत्त्वावबोधच्युताः ।
नित्योद्योतमखण्डमेकमतुलालोकं स्वभावप्रभा-
प्राग्भारं समयस्य सारममलं नाद्यापि पश्यन्ति ते ।।२४१।।