કહાનજૈનશાસ્ત્રમાળા ]
સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
૫૮૫
હવે આ અર્થની ગાથા કહે છેઃ —
બહુવિધનાં મુનિલિંગમાં અથવા ગૃહીલિંગો વિષે
મમતા કરે, તેણે નથી જાણ્યો ‘સમયના સાર’ને. ૪૧૩.
ગાથાર્થઃ — [ये] જેઓ [बहुप्रकारेषु] બહુ પ્રકારનાં [पाषण्डिलिङ्गेषु वा] મુનિલિંગોમાં
[गृहिलिङ्गेषु वा] અથવા ગૃહસ્થલિંગોમાં [ममत्वं कुर्वन्ति] મમતા કરે છે (અર્થાત્ આ દ્રવ્યલિંગ
જ મોક્ષનું દેનાર છે એમ માને છે), [तैः समयसारः न ज्ञातः] તેમણે સમયસારને નથી
જાણ્યો.
ટીકાઃ — જેઓ ખરેખર ‘હું શ્રમણ છું, હું શ્રમણોપાસક ( – શ્રાવક) છું’ એમ
દ્રવ્યલિંગમાં મમકાર વડે મિથ્યા અહંકાર કરે છે, તેઓ અનાદિરૂઢ (અનાદિ કાળથી ચાલ્યા
આવેલા) વ્યવહારમાં મૂઢ (મોહી) વર્તતા થકા, પ્રૌઢ વિવેકવાળા નિશ્ચય ( – નિશ્ચયનય) પર
૧અનારૂઢ વર્તતા થકા, પરમાર્થસત્ય ( – જે પરમાર્થે સત્યાર્થ છે એવા) ભગવાન સમયસારને
દેખતા – અનુભવતા નથી.
ભાવાર્થઃ — અનાદિ કાળનો પરદ્રવ્યના સંયોગથી થયેલો જે વ્યવહાર તેમાં જ જે
પુરુષો મૂઢ અર્થાત્ મોહિત છે, તેઓ એમ માને છે કે ‘આ બાહ્ય મહાવ્રતાદિરૂપ ભેખ છે
તે જ અમને મોક્ષ પ્રાપ્ત કરાવશે’, પરંતુ જેનાથી ભેદજ્ઞાન થાય છે એવા નિશ્ચયને તેઓ જાણતા
નથી. આવા પુુરુષો સત્યાર્થ, પરમાત્મરૂપ, શુદ્ધજ્ઞાનમય સમયસારને દેખતા નથી.
હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ —
पासंडीलिंगेसु व गिहिलिंगेसु व बहुप्पयारेसु ।
कुव्वंति जे ममत्तिं तेहिं ण णादं समयसारं ।।४१३।।
पाषण्डिलिङ्गेषु वा गृहिलिङ्गेषु वा बहुप्रकारेषु ।
कुर्वन्ति ये ममत्वं तैर्न ज्ञातः समयसारः ।।४१३।।
ये खलु श्रमणोऽहं श्रमणोपासकोऽहमिति द्रव्यलिङ्गममकारेण मिथ्याहङ्कारं कुर्वन्ति,
तेऽनादिरूढव्यवहारमूढाः प्रौढविवेकं निश्चयमनारूढाः परमार्थसत्यं भगवन्तं समयसारं न
पश्यन्ति ।
૧. અનારૂઢ = નહિ આરૂઢ; નહિ ચડેલા.
74