Samaysar (Gujarati). Kalash: 242-243.

< Previous Page   Next Page >


Page 586 of 642
PDF/HTML Page 617 of 673

 

૫૮૬

સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
(वियोगिनी)
व्यवहारविमूढद्रष्टयः परमार्थं कलयन्ति नो जनाः
तुषबोधविमुग्धबुद्धयः कलयन्तीह तुषं न तण्डुलम् ।।२४२।।
(स्वागता)
द्रव्यलिङ्गममकारमीलितै-
द्रर्श्यते समयसार एव न
द्रव्यलिङ्गमिह यत्किलान्यतो
ज्ञानमेकमिदमेव हि स्वतः
।।२४३।।

શ્લોકાર્થઃ[व्यवहार - विमूढ - द्रष्टयः जनाः परमार्थं नो कलयन्ति] વ્યવહારમાં જ જેમની દ્રષ્ટિ (બુદ્ધિ) મોહિત છે એવા પુરુષો પરમાર્થને જાણતા નથી, [इह तुष - बोध - विमुग्ध - बुद्धयः तुषं कलयन्ति, न तण्डुलम्] જેમ જગતમાં તુષના જ્ઞાનમાં જ જેમની બુદ્ધિ મોહિત છે (મોહ પામી છે) એવા પુરુષો તુષને જ જાણે છે, તંડુલને જાણતા નથી.

ભાવાર્થઃજેઓ ફોતરાંમાં મુગ્ધ થઈ રહ્યા છે, ફોતરાંને જ કૂટ્યા કરે છે, તેમણે તંડુલને જાણ્યા જ નથી; તેવી રીતે જેઓ દ્રવ્યલિંગ આદિ વ્યવહારમાં મુગ્ધ થઈ રહ્યા છે (અર્થાત્ શરીરાદિની ક્રિયામાં મમત્વ કર્યા કરે છે), તેમણે શુદ્ધાત્મ-અનુભવનરૂપ પરમાર્થને જાણ્યો જ નથી; અર્થાત્ એવા જીવો શરીરાદિ પરદ્રવ્યને જ આત્મા જાણે છે, પરમાર્થ આત્માનું સ્વરૂપ તેઓ જાણતા જ નથી. ૨૪૨.

હવે આગળની ગાથાની સૂચનારૂપે કાવ્ય કહે છેઃ

શ્લોકાર્થઃ[द्रव्यलिङ्ग - ममकार - मीलितैः समयसारः एव न द्रश्यते] જેઓ દ્રવ્યલિંગમાં મમકાર વડે અંધવિવેકરહિત છે, તેઓ સમયસારને જ દેખતા નથી; [यत् इह द्रव्यलिङ्गम् किल अन्यतः] કારણ કે આ જગતમાં દ્રવ્યલિંગ તો ખરેખર અન્યદ્રવ્યથી થાય છે, [इदम् ज्ञानम् एव हि एकम् स्वतः] આ જ્ઞાન જ એક પોતાથી (આત્મદ્રવ્યથી) થાય છે.

ભાવાર્થઃજેઓ દ્રવ્યલિંગમાં મમત્વ વડે અંધ છે તેમને શુદ્ધાત્મદ્રવ્યનો અનુભવ જ નથી, કારણ કે તેઓ વ્યવહારને જ પરમાર્થ માનતા હોવાથી પરદ્રવ્યને જ આત્મદ્રવ્ય માને છે. ૨૪૩. ૧. તુષ = ડાંગરનાં ફોતરાં; અનાજનાં ફોતરાં. ૨. તંડુલ = ફોતરાં વિનાના ચોખા; ફોતરાં વિનાનું અનાજ.