૫૮૮
चेतयन्ते, ते एव समयसारं चेतयन्ते ।
रयमिह परमार्थश्चेत्यतां नित्यमेकः ।
न्न खलु समयसारादुत्तरं किञ्चिदस्ति ।।२४४।।
અનુભવે છે, તેઓ જ સમયસારને અનુભવે છે.
ભાવાર્થઃ — વ્યવહારનયનો વિષય તો ભેદરૂપ અશુદ્ધદ્રવ્ય છે, તેથી તે પરમાર્થ નથી; નિશ્ચયનયનો વિષય અભેદરૂપ શુદ્ધદ્રવ્ય છે, તેથી તે જ પરમાર્થ છે. માટે, જેઓ વ્યવહારને જ નિશ્ચય માનીને પ્રવર્તે છે તેઓ સમયસારને અનુભવતા નથી; જેઓ પરમાર્થને પરમાર્થ માનીને પ્રવર્તે છે તેઓ જ સમયસારને અનુભવે છે (તેથી તેઓ જ મોક્ષને પામે છે).
‘બહુ કથનથી બસ થાઓ, એક પરમાર્થનો જ અનુભવ કરો’ — એવા અર્થનું કાવ્ય હવે કહે છેઃ —
શ્લોકાર્થઃ — [अतिजल्पैः अनल्पैः दुर्विकल्पैः अलम् अलम्] બહુ કહેવાથી અને બહુ દુર્વિકલ્પોથી બસ થાઓ, બસ થાઓ; [इह] અહીં એટલું જ કહેવાનું છે કે [अयम् परमार्थः एकः नित्यम् चेत्यताम्] આ પરમાર્થને એકને જ નિરંતર અનુભવો; [स्व - रस - विसर - पूर्ण - ज्ञान - विस्फू र्ति - मात्रात् समयसारात् उत्तरं खलु किञ्चित् न अस्ति] કારણ કે નિજ રસના ફેલાવથી પૂર્ણ જે જ્ઞાન તેના સ્ફુરાયમાન થવામાત્ર જે સમયસાર ( – પરમાત્મા) તેનાથી ઊંચું ખરેખર બીજું કાંઈ પણ નથી ( – સમયસાર સિવાય બીજું કાંઈ પણ સારભૂત નથી).
ભાવાર્થઃ — પૂર્ણજ્ઞાનસ્વરૂપ આત્માનો અનુભવ કરવો; આ ઉપરાંત ખરેખર બીજું કાંઈ પણ સારભૂત નથી. ૨૪૪.
હવે છેલ્લી ગાથામાં આ સમયસાર ગ્રંથના અભ્યાસ વગેરેનું ફળ કહીને આચાર્યભગવાન આ ગ્રંથ પૂર્ણ કરશે; તેની સૂચનાનો શ્લોક પ્રથમ કહે છેઃ —
શ્લોકાર્થઃ — [आनन्दमयम् विज्ञानघनम् अध्यक्षतां नयत्] આનંદમય વિજ્ઞાનઘનને ( – શુદ્ધ