૫૯૦
विजृम्भमाणचिदेकरसनिर्भरस्वभावसुस्थितनिराकुलात्मरूपतया परमानन्दशब्दवाच्यमुत्तममनाकुलत्व- लक्षणं सौख्यं स्वयमेव भविष्यतीति ।
ભગવાન એક પૂર્ણવિજ્ઞાનઘન પરમબ્રહ્મમાં સર્વ ઉદ્યમથી સ્થિત થશે, તે આત્મા, સાક્ષાત્ તત્ક્ષણ પ્રગટ થતા એક ચૈતન્યરસથી ભરેલા સ્વભાવમાં સુસ્થિત અને નિરાકુળ ( – આકુળતા વિનાનું) હોવાને લીધે જે (સૌખ્ય) ‘પરમાનંદ’ શબ્દથી વાચ્ય છે, ઉત્તમ છે અને અનાકુળતા - લક્ષણવાળું છે એવા સૌખ્યસ્વરૂપ પોતે જ થઈ જશે.
ભાવાર્થઃ — આ શાસ્ત્રનું નામ સમયપ્રાભૃત છે. સમય એટલે પદાર્થ, અથવા સમય એટલે આત્મા. તેનું કહેનારું આ શાસ્ત્ર છે. વળી આત્મા તો સમસ્ત પદાર્થોનો પ્રકાશક છે. આવા વિશ્વપ્રકાશક આત્માને કહેતું હોવાથી આ સમયપ્રાભૃત શબ્દબ્રહ્મ સમાન છે; કારણ કે જે સમસ્ત પદાર્થોનું કહેનાર હોય તેને શબ્દબ્રહ્મ કહેવામાં આવે છે. દ્વાદશાંગશાસ્ત્ર શબ્દબ્રહ્મ છે અને આ સમયપ્રાભૃતશાસ્ત્રને પણ શબ્દબ્રહ્મની ઉપમા છે. આ શબ્દબ્રહ્મ (અર્થાત્ સમયપ્રાભૃતશાસ્ત્ર) પરબ્રહ્મને (અર્થાત્ શુદ્ધ પરમાત્માને) સાક્ષાત્ દેખાડે છે. જે આ શાસ્ત્રને ભણીને તેના યથાર્થ અર્થમાં ઠરશે, તે પરબ્રહ્મને પામશે; અને તેથી, જેને ‘પરમાનંદ’ કહેવામાં આવે છે એવા ઉત્તમ, સ્વાત્મિક, સ્વાધીન, બાધારહિત, અવિનાશી સુખને પામશે. માટે હે ભવ્ય જીવો! તમે પોતાના કલ્યાણને અર્થે આનો અભ્યાસ કરો, આનું શ્રવણ કરો, નિરંતર આનું જ સ્મરણ અને ધ્યાન રાખો, કે જેથી અવિનાશી સુખની પ્રાપ્તિ થાય. આવો શ્રી ગુરુઓનો ઉપદેશ છે.
હવે આ સર્વવિશુદ્ધજ્ઞાનના અધિકારની પૂર્ણતાનો કળશરૂપ શ્લોક કહે છેઃ —
શ્લોકાર્થઃ — [इति इदम् आत्मनः तत्त्वं ज्ञानमात्रम् अवस्थितम्] આ રીતે આ આત્માનું તત્ત્વ (અર્થાત્ પરમાર્થભૂત સ્વરૂપ) જ્ઞાનમાત્ર નક્કી થયું — [अखण्डम्] કે જે (આત્માનું) જ્ઞાનમાત્ર તત્ત્વ અખંડ છે (અર્થાત્ અનેક જ્ઞેયાકારોથી અને પ્રતિપક્ષી કર્મોથી જોકે ખંડ ખંડ દેખાય છે તોપણ જ્ઞાનમાત્રમાં ખંડ નથી), [एकम्] એક છે (અર્થાત્ અખંડ હોવાથી એકરૂપ છે), [अचलं] અચળ છે (અર્થાત્ જ્ઞાનરૂપથી ચળતું નથી — જ્ઞેયરૂપ થતું નથી), [स्वसंवेद्यम्] સ્વસંવેદ્ય છે (અર્થાત્ પોતાથી જ પોતે જણાય છે), [अबाधितम्] અને અબાધિત છે (અર્થાત્ કોઈ ખોટી યુક્તિથી બાધા પામતું નથી).
ભાવાર્થઃ — અહીં આત્માનું નિજ સ્વરૂપ જ્ઞાન જ કહ્યું છે તેનું કારણ આ પ્રમાણે