કહાનજૈનશાસ્ત્રમાળા ]
સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
૫૯૧
છેઃ — આત્મામાં અનંત ધર્મો છે; પરંતુ તેમાં કેટલાક તો સાધારણ છે, તેથી તેઓ
અતિવ્યાપ્તિવાળા છે, તેમનાથી આત્માને ઓળખી શકાય નહિ; વળી કેટલાક (ધર્મો) પર્યાયાશ્રિત
છે — કોઈ અવસ્થામાં હોય છે અને કોઈ અવસ્થામાં નથી હોતા, તેથી તેઓ અવ્યાપ્તિવાળા
છે, તેમનાથી પણ આત્મા ઓળખી શકાય નહિ. ચેતનતા જોકે આત્માનું (અતિવ્યાપ્તિ અને
અવ્યાપ્તિથી રહિત) લક્ષણ છે, તોપણ તે શક્તિમાત્ર છે, અદ્રષ્ટ છે; તેની વ્યક્તિ દર્શન અને
જ્ઞાન છે. તે દર્શન અને જ્ઞાનમાં પણ જ્ઞાન સાકાર છે, પ્રગટ અનુભવગોચર છે; તેથી તેના
દ્વારા જ આત્મા ઓળખી શકાય છે. માટે અહીં આ જ્ઞાનને જ પ્રધાન કરીને આત્માનું તત્ત્વ
કહ્યું છે.
અહીં એમ ન સમજવું કે ‘આત્માને જ્ઞાનમાત્ર તત્ત્વવાળો કહ્યો છે તેથી એટલો જ
પરમાર્થ છે અને અન્ય ધર્મો જૂઠા છે, આત્મામાં નથી’; આવો સર્વથા એકાંત કરવાથી તો
મિથ્યાદ્રષ્ટિપણું થાય છે, વિજ્ઞાનાદ્વૈતવાદી બૌદ્ધનો અને વેદાંતનો મત આવે છે; માટે આવો
એકાંત બાધાસહિત છે. આવા એકાંત અભિપ્રાયથી કોઈ મુનિવ્રત પણ પાળે અને આત્માનું –
જ્ઞાનમાત્રનું – ધ્યાન પણ કરે, તોપણ મિથ્યાત્વ કપાય નહિ; મંદ કષાયોને લીધે સ્વર્ગ પામે તો
પામો, મોક્ષનું સાધન તો થતું નથી. માટે સ્યાદ્વાદથી યથાર્થ સમજવું. ૨૪૬.
સરવવિશુદ્ધજ્ઞાનરૂપ સદા ચિદાનંદ કરતા ન ભોગતા ન પરદ્રવ્યભાવકો,
મૂરત અમૂરત જે આનદ્રવ્ય લોકમાંહિ તે ભી જ્ઞાનરૂપ નાહીં ન્યારે ન અભાવકો;
યહૈ જાનિ જ્ઞાની જીવ આપકું ભજૈ સદીવ જ્ઞાનરૂપ સુખતૂપ આન ન લગાવકો,
કર્મ - કર્મફલરૂપ ચેતનાકૂં દૂરિ ટારિ જ્ઞાનચેતના અભ્યાસ કરે શુદ્ધ ભાવકો.
આમ શ્રી સમયસારની (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી સમયસાર પરમાગમની)
શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં સર્વવિશુદ્ધજ્ઞાનનો પ્રરૂપક
નવમો અંક સમાપ્ત થયો.
❀ ❀ ❀
इति श्रीमदमृतचन्द्रसूरिविरचितायां समयसारव्याख्यामात्मख्यातौ सर्वविशुद्धज्ञानप्ररूपकः
नवमोऽङ्कः ।।
❀ ❀ ❀