Samaysar (Gujarati). Parishishtam Kalash: 247.

< Previous Page   Next Page >


Page 592 of 642
PDF/HTML Page 623 of 673

 

background image
૫૯૨
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
[ પ રિ શિ ષ્ટ ]
(અહીં સુધીમાં ભગવાન કુંદકુંદાચાર્યદેવની ૪૧૫ ગાથાઓનું વ્યાખ્યાન ટીકાકાર શ્રી
અમૃતચંદ્રાચાર્યદેવે કર્યું અને તે વ્યાખ્યાનમાં કળશરૂપે તથા સૂચનિકારૂપે ૨૪૬ કાવ્યો કહ્યાં.
હવે ટીકાકાર આચાર્યદેવે વિચાર્યું કે
આ શાસ્ત્રમાં જ્ઞાનને પ્રધાન કરીને જ્ઞાનમાત્ર આત્મા
કહેતા આવ્યા છીએ; તેથી કોઈ તર્ક કરશે કે ‘જૈનમત તો સ્યાદ્વાદ છે; તો પછી આત્માને
જ્ઞાનમાત્ર કહેવાથી શું એકાંત આવી જતો નથી? અર્થાત્
સ્યાદ્વાદ સાથે વિરોધ આવતો
નથી? વળી એક જ જ્ઞાનમાં ઉપાયતત્ત્વ અને ઉપેયતત્ત્વએ બન્ને કઈ રીતે ઘટે છે?’ આમ
તર્ક કોઈને થશે. માટે આવા તર્કનું નિરાકરણ કરવાને ટીકાકાર આચાર્યદેવ હવે પરિશિષ્ટરૂપે
થોડું કહે છે. તેમાં પ્રથમ શ્લોક કહે છેઃ)
શ્લોકાર્થઃ[अत्र] અહીં [स्याद्वाद - शुद्धि - अर्थं] સ્યાદ્વાદની શુદ્ધિને અર્થે [वस्तु - तत्त्व -
व्यवस्थितिः] વસ્તુતત્ત્વની વ્યવસ્થા [च] અને [उपाय - उपेय - भावः] (એક જ જ્ઞાનમાં ઉપાયપણું
અને ઉપેયપણું કઈ રીતે ઘટે છે તે બતાવવા) ઉપાય - ઉપેય ભાવ [मनाक् भूयः अपि] જરા
ફરીને પણ [चिन्त्यते] વિચારવામાં આવે છે.
ભાવાર્થઃવસ્તુનું સ્વરૂપ સામાન્યવિશેષાત્મક અનેક - ધર્મસ્વરૂપ હોવાથી તે
સ્યાદ્વાદથી જ સાધી શકાય છે. એ રીતે સ્યાદ્વાદની શુદ્ધતા (પ્રમાણિકતા, સત્યતા,
નિર્દોષતા, નિર્મળતા, અદ્વિતીયતા) સિદ્ધ કરવા માટે આ પરિશિષ્ટમાં વસ્તુનું સ્વરૂપ
વિચારવામાં આવે છે. (તેમાં એમ પણ બતાવવામાં આવશે કે આ શાસ્ત્રમાં આત્માને જ્ઞાનમાત્ર
કહ્યો હોવા છતાં સ્યાદ્વાદ સાથે વિરોધ આવતો નથી.) વળી બીજું, એક જ જ્ઞાનમાં
સાધકપણું તથા સાધ્યપણું કઈ રીતે બની શકે તે સમજાવવા જ્ઞાનનો ઉપાય
- ઉપેયભાવ અર્થાત્
સાધકસાધ્યભાવ પણ આ પરિશિષ્ટમાં વિચારવામાં આવે છે. ૨૪૭.
(હવે પ્રથમ આચાર્યદેવ વસ્તુસ્વરૂપના વિચાર દ્વારા સ્યાદ્વાદને સિદ્ધ કરે
છેઃ)
[परिशिष्टम्]
(अनुष्टुभ्)
अत्र स्याद्वादशुद्धयर्थं वस्तुतत्त्वव्यवस्थितिः
उपायोपेयभावश्च मनाग्भूयोऽपि चिन्त्यते ।।२४७।।