शुद्ध - स्वभाव - च्युतः] સર્વ ભાવોરૂપ ભવનનો આત્મામાં અધ્યાસ કરીને (અર્થાત્ સર્વ જ્ઞેય
પદાર્થોના ભાવોરૂપે આત્મા છે એમ માનીને) શુદ્ધ સ્વભાવથી ચ્યુત થયો થકો, [अनिवारितः
सर्वत्र अपि स्वैरं गतभयः क्रीडति] કોઈ પરભાવને બાકી રાખ્યા વિના સર્વ પરભાવોમાં
સ્વચ્છંદતાથી નિર્ભયપણે (નિઃશંકપણે) ક્રીડા કરે છે; [स्याद्वादी तु] અને સ્યાદ્વાદી તો [स्वस्य
स्वभावं भरात् आरूढः] પોતાના સ્વભાવમાં અત્યંત આરૂઢ થયો થકો, [परभाव - भाव - विरह - व्यालोक -
निष्कम्पितः] પરભાવોરૂપ ભવનના અભાવની દ્રષ્ટિને લીધે (અર્થાત્ આત્મા પરદ્રવ્યોના ભાવોરૂપે
નથી — એમ દેખતો હોવાથી) નિષ્કંપ વર્તતો થકો, [विशुद्धः एव लसति] શુદ્ધ જ વિરાજે છે.
ભાવાર્થઃ — એકાંતવાદી સર્વ પરભાવોને પોતારૂપ જાણીને પોતાના શુદ્ધ સ્વભાવથી
ચ્યુત થયો થકો સર્વત્ર (સર્વ પરભાવોમાં) સ્વેચ્છાચારીપણે નિઃશંક રીતે વર્તે છે; અને સ્યાદ્વાદી
તો, પરભાવોને જાણતાં છતાં, પોતાના શુદ્ધ જ્ઞાનસ્વભાવને સર્વ પરભાવોથી ભિન્ન અનુભવતો
થકો શોભે છે.
આ પ્રમાણે પરભાવ - અપેક્ષાથી નાસ્તિત્વનો ભંગ કહ્યો. ૨૫૯.
(હવે તેરમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છેઃ — )
શ્લોકાર્થઃ — [पशुः] પશુ અર્થાત્ એકાંતવાદી અજ્ઞાની, [प्रादुर्भाव - विराम - मुद्रित - वहत् -
ज्ञान - अंश - नाना - आत्मना निर्ज्ञानात्] ઉત્પાદ - વ્યયથી લક્ષિત એવા જે વહેતા ( – પરિણમતા) જ્ઞાનના
અંશો તે - રૂપ અનેકાત્મકપણા વડે જ (આત્માનો) નિર્ણય અર્થાત્ જ્ઞાન કરતો થકો, [क्षणभङ्ग -
सङ्ग - पतितः] *ક્ષણભંગના સંગમાં પડેલો, [प्रायः नश्यति] બાહુલ્યપણે નાશ પામે છે; [स्याद्वादी
तु] અને સ્યાદ્વાદી તો [चिद् - आत्मना चिद् - वस्तु नित्य - उदितं परिमृशन्] ચૈતન્યાત્મકપણા વડે
ચૈતન્યવસ્તુને નિત્ય - ઉદિત અનુભવતો થકો, [टङ्कोत्कीर्ण - घन - स्वभाव - महिम ज्ञानं भवन्]
ટંકોત્કીર્ણઘનસ્વભાવ ( – ટંકોત્કીર્ણપિંડરૂપ સ્વભાવ) જેનો મહિમા છે એવા જ્ઞાનરૂપ વર્તતો,
[जीवति] જીવે છે.
ભાવાર્થઃ — એકાંતવાદી જ્ઞેયોના આકાર અનુસાર જ્ઞાનને ઊપજતું - વિણસતું દેખીને,
(शार्दूलविक्रीडित)
प्रादुर्भावविराममुद्रितवहज्ज्ञानांशनानात्मना
निर्ज्ञानात्क्षणभङ्गसङ्गपतितः प्रायः पशुर्नश्यति ।
स्याद्वादी तु चिदात्मना परिमृशंश्चिद्वस्तु नित्योदितं
टङ्कोत्कीर्णघनस्वभावमहिम ज्ञानं भवन् जीवति ।।२६०।।
* ક્ષણભંગ = ક્ષણે ક્ષણે થતો નાશ; ક્ષણભંગુરતા; અનિત્યતા.
૬૦૬
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-