અનિત્ય પર્યાયો દ્વારા આત્માને સર્વથા અનિત્ય માનતો થકો, પોતાને નષ્ટ કરે છે; અને
સ્યાદ્વાદી તો, જોકે જ્ઞાન જ્ઞેયો અનુસાર ઊપજે - વિણસે છે તોપણ, ચૈતન્યભાવનો નિત્ય ઉદય
અનુભવતો થકો જીવે છે — નાશ પામતો નથી.
આ પ્રમાણે નિત્યત્વનો ભંગ કહ્યો. ૨૬૦.
(હવે ચૌદમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છેઃ — )
શ્લોકાર્થઃ — [पशुः] પશુ અર્થાત્ એકાંતવાદી અજ્ઞાની, [टङ्कोत्कीर्ण - विशुद्धबोध - विसर -
आकार - आत्म - तत्त्व - आशया] ટંકોત્કીર્ણ વિશુદ્ધ જ્ઞાનના ફેલાવરૂપ એક-આકાર (સર્વથા નિત્ય)
આત્મતત્ત્વની આશાથી, [उच्छलत् - अच्छ - चित्परिणतेः भिन्नं किञ्चन वाञ्छति] ઊછળતી નિર્મળ
ચૈતન્યપરિણતિથી જુદું કાંઈક (આત્મતત્ત્વને) ઇચ્છે છે (પરંતુ એવું કોઈ આત્મતત્ત્વ છે નહિ);
[स्याद्वादी] અને સ્યાદ્વાદી તો, [चिद् - वस्तु - वृत्ति - क्रमात् तद् - अनित्यतां परिमृशन्] ચૈતન્યવસ્તુની
વૃત્તિના ( – પરિણતિના, પર્યાયના) ક્રમ દ્વારા તેની અનિત્યતાને અનુભવતો થકો, [नित्यम् ज्ञानं
अनित्यतापरिगमे अपि उज्ज्वलम् आसादयति] નિત્ય એવા જ્ઞાનને અનિત્યતાથી વ્યાપ્ત છતાં
ઉજ્જ્વળ ( – નિર્મળ) માને છે — અનુભવે છે.
ભાવાર્થઃ — એકાંતવાદી જ્ઞાનને સર્વથા એકાકાર – નિત્ય પ્રાપ્ત કરવાની વાંછાથી,
ઊપજતી - વિણસતી ચૈતન્યપરિણતિથી જુદું કાંઈક જ્ઞાનને ઇચ્છે છે; પરંતુ પરિણામ સિવાય જુદો
કોઈ પરિણામી તો હોતો નથી. સ્યાદ્વાદી તો એમ માને છે કે — જોકે દ્રવ્યે જ્ઞાન નિત્ય છે
તોપણ ક્રમશઃ ઊપજતી - વિણસતી ચૈતન્યપરિણતિના ક્રમને લીધે જ્ઞાન અનિત્ય પણ છે; એવો
જ વસ્તુસ્વભાવ છે.
આ પ્રમાણે અનિત્યત્વનો ભંગ કહ્યો. ૨૬૧.
‘પૂર્વોક્ત રીતે અનેકાંત, અજ્ઞાનથી મૂઢ થયેલા જીવોને જ્ઞાનમાત્ર આત્મતત્ત્વ પ્રસિદ્ધ કરી
દે છે — સમજાવી દે છે’ એવા અર્થનું કાવ્ય હવે કહેવામાં આવે છેઃ —
(शार्दूलविक्रीडित)
टङ्कोत्कीर्णविशुद्धबोधविसराकारात्मतत्त्वाशया
वाञ्छत्युच्छलदच्छचित्परिणतेर्भिन्नं पशुः किञ्चन ।
ज्ञानं नित्यमनित्यतापरिगमेऽप्यासादयत्युज्ज्वलं
स्याद्वादी तदनित्यतां परिमृशंश्चिद्वस्तुवृत्तिक्रमात् ।।२६१।।
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પરિશિષ્ટ
૬૦૭