જેમ જેમ પૂજ્ય ગુરુદેવશ્રી અનુભવવાણી વડે આ શાસ્ત્રના ઊંડા – ગંભીર ભાવોને ખોલતા ગયા તેમ
તેમ મુમુક્ષુ જીવોને તેનું મહત્ત્વ સમજાતું ગયું, અને તેમનામાં અધ્યાત્મરસિકતાની સાથે સાથે આ શાસ્ત્ર પ્રત્યે
ભક્તિ અને બહુમાન પણ વધતાં ગયાં. સં. ૧૯૯૪ના વૈશાખ વદ આઠમે, સોનગઢમાં શ્રી ‘જૈન
સ્વાધ્યાયમંદિર’ના ઉદ્ઘાટન પ્રસંગે તેમાં પૂજ્ય પ્રશમમૂર્તિ ભગવતી બહેનશ્રી ચંપાબેનના પવિત્ર હસ્તે શ્રી
સમયસારજી શાસ્ત્રની વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
— આવું મહિમાવંત આ પરમાગમ ગુજરાતી ભાષામાં પ્રકાશિત થાય તો જિજ્ઞાસુઓને મહા લાભનું
કારણ થાય એવી ભાવનાથી શ્રી જૈન અતિથિ સેવા સમિતિએ સં. ૧૯૯૭માં આ પરમાગમનું ગુજરાતી
ભાષામાં પ્રકાશન કર્યું. ત્યાર બાદ તેની દ્વિતીય આવૃત્તિ સં. ૨૦૦૯માં શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ
તરફથી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. આ તેની આઠમી આવૃત્તિ પ્રસિદ્ધ થાય છે.
આ રીતે આ પ્રકાશન ખરેખર પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રભાવની જ પ્રસાદી છે. અધ્યાત્મનું રહસ્ય
સમજાવીને પૂજ્ય ગુરુદેવશ્રીએ જે અપાર ઉપકાર કર્યો છેે તેનું વર્ણન વાણીથી વ્યક્ત કરવા આ સંસ્થા
અસમર્થ છે.
શ્રીમાન સમીપ સમયવર્તી સમયજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજીએ જનસમાજને અધ્યાત્મ સમજાવ્યું તથા
અધ્યાત્મપ્રચાર અર્થે શ્રી પરમશ્રુતપ્રભાવક મંડળ સ્થાપ્યું; એ રીતે જનસમાજ પર — મુખ્યત્વે ગુજરાત
- કાઠિયાવાડ પર — તેમનો મહા ઉપકાર વર્તી રહ્યો છે.
હવે ગુજરાતી અનુવાદ વિષેઃ આ ઉચ્ચ કોટિના અધ્યાત્મશાસ્ત્રનો ગુજરાતી અનુવાદ કરવાનું કામ
સહેલું ન હતું. સૂત્રકાર અને ટીકાકાર આચાર્યભગવંતોના ગંભીર ભાવો યથાર્થપણે જળવાઈ રહે એવી રીતે
તેને સ્પર્શીને અનુવાદ થાય તો જ પ્રકાશન સંપૂર્ણપણે સમાજને લાભદાયક નીવડે એમ હતું. સદ્ભાગ્યે ઊંડા
આદર્શ આત્માર્થી પંડિતરત્ન ભાઈશ્રી હિંમતલાલ જેઠાલાલ શાહે, પૂજ્ય ગુરુદેવશ્રીની કૃપાભીની પવિત્ર આજ્ઞા
તથા પૂજ્ય બહેનશ્રી ચંપાબેનની પાવન પ્રેરણા ઝીલીને, તેનો અનુવાદ કરી આપવા સહર્ષ સંમતિ આપીને
તે કામ હાથમાં લીધું, અને તેમણે આ અનુવાદનું કામ રૂડી રીતે સાંગોપાંગ પાર ઉતાર્યું.
આ પવિત્ર શાસ્ત્રના ગુજરાતી અનુવાદનું મહાન કાર્ય કરનાર ભાઈશ્રી હિંમતલાલભાઈ અધ્યાત્મરસિક
વિદ્વાન હોવા ઉપરાંત ગંભીર, વૈરાગ્યશાળી, શાંત અને વિવેકી સજ્જન હતા તથા કવિ પણ હતા. તેમણે
સમયસારના અનુવાદ ઉપરાંત તેની મૂળ ગાથાઓનો ગુજરાતી પદ્યાનુવાદ પણ હરિગીત છંદમાં કર્યો છે; તે
ઘણો જ મધુર, સ્પષ્ટ તેમ જ સરળ છે અને દરેક ગાથાર્થ પહેલાં છાપવામાં આવ્યો છે. આ રીતે આખોય
અનુવાદ તેમ જ હરિગીત કાવ્યો જિજ્ઞાસુ જીવોને બહુ જ ઉપયોગી અને ઉપકારી થયેલ છે. આ માટે ભાઈશ્રી
હિંમતલાલ જેઠાલાલ શાહનો જેટલો આભાર માનવામાં આવે તેટલો ઓછો છે. આ સમયસાર જેવા ઉત્તમ
શાસ્ત્રનો અનુવાદ કરવાનું પરમ સૌભાગ્ય તેમને મળ્યું તે માટે તેઓ ખરેખર અભિનંદનીય છે.
આજથી લગભગ બસો વર્ષ પહેલાં શ્રીમાન પંડિત જયચંદ્રજીએ આ પરમાગમનું હિંદી ભાષાંતર
કરીને જૈનસમાજ પર ઉપકાર કર્યો છે. આ અનુવાદ શ્રી પરમશ્રુતપ્રભાવક મંડળ તરફથી પ્રસિદ્ધ થયેલ હિંદી
સમયસારના આધારે કરવામાં આવ્યો છે, તે માટે આ સંસ્થા તે મંડળનો આભાર માને છે. [ત્રીજી આવૃત્તિ
પ્રસંગેે સંશોધન, કળશોના ગુજરાતી અર્થની વચ્ચે સંસ્કૃત શબ્દો યથાસ્થાને ગોઠવવાનું કાર્ય, પ્રૂફરીડિંગ,
(૬)