૧૨૮
કર્મસંયોગની ઉપાધિ છે, બે વાર કહેતાં સર્વથા જીવનું સ્વરૂપ નથી, (विबुध्यध्वम्) એમ અવશ્ય જાણો. કેવી છે માયાજાળ? ‘‘यस्मिन् अमी रागिणः आसंसारात् सुप्ताः’’ (यस्मिन्) જેમાં — કર્મના ઉદયજનિત અશુદ્ધ પર્યાયમાં, (अमी रागिणः) પ્રત્યક્ષપણે વિદ્યમાન છે જે પર્યાયમાત્રમાં રાગ કરનારા જીવ તેઓ (आसंसारात् सुप्ताः) અનાદિ કાળથી સૂતા છે અર્થાત્ અનાદિ કાળથી તે-રૂપ પોતાને અનુભવે છે. ભાવાર્થ આમ છે કે — અનાદિ કાળથી આવા સ્વાદને સર્વ મિથ્યાદ્રષ્ટિ જીવો આસ્વાદે છે કે ‘હું દેવ છું, મનુષ્ય છું, સુખી છું, દુઃખી છું;’ આમ પર્યાયમાત્રને પોતારૂપ અનુભવે છે, તેથી સર્વ જીવરાશિ જેવું અનુભવે છે તે બધું જૂઠું છે, જીવનું તો સ્વરૂપ નથી. કેવો છે સર્વ જીવરાશિ? ‘‘
મતવાલો થયો કે કોઈ કાળે કોઈ ઉપાય કરતાં મતવાલાપણું ઊતરતું નથી. શુદ્ધ ચૈતન્યસ્વરૂપ જેવું છે તેવું દેખાડે છે — ‘‘इतः एत एत’’ પર્યાયમાત્ર અવધાર્યો છે પોતાને – એવા માર્ગે ન જાઓ, ન જાઓ, કેમ કે (તે) તારો માર્ગ નથી, નથી; આ માર્ગ પર આવો, અરે! આવો, કેમ કે ‘‘इदम् पदम् इदं पदं’’ તારો માર્ગ અહીં છે, અહીં છે, ‘‘यत्र चैतन्यधातुः’’ (यत्र) જ્યાં (चैतन्यधातुः) ચેતનામાત્ર વસ્તુનું સ્વરૂપ છે. કેવું છે? ‘‘शुद्धः शुद्धः’’ સર્વથા પ્રકારે સર્વ ઉપાધિથી રહિત છે. ‘શુદ્ધ શુદ્ધ’ બે વાર કહીને અત્યંત ગાઢ કર્યું છે. વળી કેવું છે? ‘‘स्थायिभावत्वम् एति’’ અવિનશ્વરભાવને પામે છે. શા કારણથી? ‘‘स्वरसभरतः’’ (स्वरस) ચેતનાસ્વરૂપના (भरतः) ભારથી, અર્થાત્ કહેવામાત્ર નથી, સત્યસ્વરૂપ વસ્તુ છે, તેથી નિત્ય-શાશ્વત છે. ભાવાર્થ આમ છે કે જેને – પર્યાયને – મિથ્યાદ્રષ્ટિ જીવ પોતારૂપ જાણે છે તે તો સર્વ વિનાશિક છે, તેથી જીવનું સ્વરૂપ નથી; ચેતનામાત્ર અવિનાશી છે, તેથી જીવનું સ્વરૂપ છે. ૬ – ૧૩૮.
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘तत् पदम् स्वाद्यं’’ (तत्) શુદ્ધ ચૈતન્યમાત્ર વસ્તુરૂપ (पदम्) મોક્ષના કારણનો (स्वाद्यं) નિરંતર અનુભવ કરવો. કેવું છે? ‘‘हि एकम् एव’’ (हि) નિશ્ચયથી (एकम् एव) સમસ્ત ભેદવિકલ્પથી રહિત નિર્વિકલ્પ