કહાનજૈનશાસ્ત્રમાળા ]
હોતો નથી, કારણ કે સમ્યગ્દ્રષ્ટિ એવું અનુભવે છે કે ‘મારું તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે, તેને તો કોઈ ચોરી શકે નહીં, છીનવી શકે નહીં; વસ્તુનું સ્વરૂપ અનાદિનિધન છે.’ ૨૬ – ૧૫૮.
ज्ञानं तत्स्वयमेव शाश्वततया नोच्छिद्यते जातुचित् ।
निश्शङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति ।।२७-१५९।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘सः ज्ञानं सदा विन्दति’’ (सः) સમ્યગ્દ્રષ્ટિ જીવ (ज्ञानं) જ્ઞાનને અર્થાત્ શુદ્ધ ચૈતન્યવસ્તુને (सदा) નિરંતર (विन्दति) આસ્વાદે છે. કેવું છે જ્ઞાન? ‘‘स्वयं’’ અનાદિસિદ્ધ છે. વળી કેવું છે? ‘‘सततं’’ અખંડધારાપ્રવાહરૂપ છે. વળી કેવું છે? ‘‘सहजं’ કારણ વિના સહજ જ નિષ્પન્ન છે. કેવો છે સમ્યગ્દ્રષ્ટિ જીવ? ‘‘निःशंकः’’ મરણશંકાના દોષથી રહિત છે. શું વિચારતો થકો નિઃશંક છે? ‘‘अतः तस्य मरणं किञ्चन न भवेत्, ज्ञानिनः तद्भीः कुतः’’ (अतः) આ કારણથી (तस्य) આત્મદ્રવ્યને (मरणं) પ્રાણવિયોગ (किञ्चन) સૂક્ષ્મમાત્ર (न भवेत्) થતો નથી, તેથી (ज्ञानिनः) સમ્યગ્દ્રષ્ટિને (तद्भीः) મરણનો ભય (कुतः) ક્યાંથી હોય? અર્થાત્ નથી હોતો; કારણ કે ‘‘प्राणोच्छेदम् मरणं उदाहरन्ति’’ (प्राणोच्छेदम्) ઇન્દ્રિય, બળ, ઉચ્છ્વાસ, આયુ – એવા છે જે પ્રાણ, તેમના વિનાશને (मरणं) મરણ કહેવામાં આવે છે, (उदाहरन्ति) અરિહંતદેવ એમ કહે છે; ‘‘किल आत्मनः ज्ञानं प्राणाः’’ (कि ल) નિશ્ચયથી (आत्मनः) જીવદ્રવ્યના (ज्ञानं प्राणाः) શુદ્ધજ્ઞાનમાત્ર અર્થાત્ શુદ્ધચૈતન્યમાત્ર પ્રાણ છે; ‘‘तत् जातुचित् न उच्छिद्यते’’ (तत्) શુદ્ધજ્ઞાન (जातुचित्) કોઈ કાળે (न उच्छिद्यते) વિનાશ પામતું નથી. શા કારણથી? ‘‘स्वयम् एव शाश्वततया’’ (स्वयम् एव) જતન વિના જ (शाश्वततया) અવિનશ્વર છે તે કારણથી. ભાવાર્થ આમ છે કે — બધાય મિથ્યાદ્રષ્ટિ જીવોને મરણનો ભય હોય છે. સમ્યગ્દ્રષ્ટિ જીવ એમ અનુભવે છે કે ‘મારું શુદ્ધચૈતન્યમાત્ર સ્વરૂપ છે તે તો