૧૫૦
વિનાશ પામતું નથી, પ્રાણ નષ્ટ થાય છે તે તો મારું સ્વરૂપ છે જ નહીં, પુદ્ગલનું સ્વરૂપ છે; તેથી મારું મરણ થતું હોય તો ડરું, હું શા માટે ડરું? મારું સ્વરૂપ શાશ્વત છે.’ ૨૭ – ૧૫૯.
यावत्तावदिदं सदैव हि भवेन्नात्र द्वितीयोदयः ।
निश्शङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति ।।२८-१६०।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘सः ज्ञानं सदा विन्दति’’ (सः) સમ્યગ્દ્રષ્ટિ જીવ (ज्ञानं) જ્ઞાનને અર્થાત્ શુદ્ધ ચૈતન્યવસ્તુને (सदा) ત્રિકાળ (विन्दति) આસ્વાદે છે. કેવું છે જ્ઞાન? ‘‘स्वयं’’ સહજથી જ ઊપજ્યું છે. વળી કેવું છે? ‘‘सततं’’ અખંડધારાપ્રવાહરૂપ છે. વળી કેવું છે? ‘‘सहजं’’ ઉપાય વિના એવી જ વસ્તુ છે. કેવો છે સમ્યગ્દ્રષ્ટિ જીવ? ‘‘निःशंकः’’ આકસ્મિક ભયથી રહિત છે. આકસ્મિક એટલે અણચિંતવ્યું તત્કાળ જ અનિષ્ટનું ઊપજવું તે. શું વિચારે છે સમ્યગ્દ્રષ્ટિ જીવ? ‘‘अत्र तत् आकस्मिकम् किञ्चन न भवेत्, ज्ञानिनः तद्भीः कुतः’’ (अत्र) શુદ્ધ ચૈતન્યવસ્તુમાં, (तत्) કહ્યું છે લક્ષણ જેનું એવું (आकस्मिकम्) આકસ્મિક અર્થાત્ ક્ષણમાત્રમાં અન્ય વસ્તુથી અન્ય વસ્તુપણું, એવું (किञ्चन न भवेत्) કાંઈ છે જ નહીં; તેથી (ज्ञानिनः) સમ્યગ્દ્રષ્ટિ જીવને (तद्भीः) આકસ્મિકપણાનો ભય (कुतः) ક્યાંથી હોય? અર્થાત્ નથી હોતો. શા કારણથી? ‘‘एतत् ज्ञानं स्वतः यावत्’’ (एतत् ज्ञानं) શુદ્ધ જીવવસ્તુ (स्वतः यावत्) પોતે સહજ જેવી છે, જેવડી છે ‘‘इदं तावत् सदा एव भवेत्’’ (इदं) શુદ્ધ વસ્તુમાત્ર (तावत्) તેવી છે, તેવડી છે, (सदा) અતીત-અનાગત-વર્તમાન કાળમાં (एव भवेत्) નિશ્ચયથી એવી જ છે. ‘‘अत्र द्वितीयोदयः न’’ (अत्र) શુદ્ધ વસ્તુમાં (द्वितीयोदयः) અનેરું કોઈ સ્વરૂપ (न) થતું નથી. કેવું છે જ્ઞાન? ‘‘एकं’’ સમસ્ત વિકલ્પોથી રહિત છે. વળી કેવું છે? ‘‘अनाद्यनन्तम्’’ નથી આદિ, નથી અંત જેનો એવું છે. વળી કેવું છે? ‘‘अचलं’’ પોતાના સ્વરૂપથી વિચલિત થતું નથી. વળી કેવું છે? ‘‘सिद्धं’’ નિષ્પન્ન છે. ૨૮ – ૧૬૦.