કહાનજૈનશાસ્ત્રમાળા ]
सम्यग्द्रष्टेर्यदिह सकलं घ्नन्ति लक्ष्माणि कर्म ।
पूर्वोपात्तं तदनुभवतो निश्चितं निर्जरैव ।।२९-१६१।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘यत् इह सम्यग्द्रष्टेः लक्ष्माणि सकलं कर्म घ्नन्ति’’ (यत्) જે કારણથી (इह) વિદ્યમાન (सम्यग्द्रष्टेः) સમ્યગ્દ્રષ્ટિ અર્થાત્ શુદ્ધસ્વરૂપે પરિણમ્યો છે જે જીવ, તેના (लक्ष्माणि) નિઃશંકિત, નિઃકાંક્ષિત, નિર્વિચિકિત્સા, અમૂઢદ્રષ્ટિ, ઉપગૂહન, સ્થિતિકરણ, વાત્સલ્ય, પ્રભાવના અંગરૂપ ગુણો (सकलं कर्म) જ્ઞાનાવરણાદિ આઠ પ્રકારનાં પુદ્ગલદ્રવ્યનાં પરિણમનને (घ्नन्ति) હણે છે; — ભાવાર્થ આમ છે કે સમ્યગ્દ્રષ્ટિ જીવના જેટલા જે કોઈ ગુણો છે તે શુદ્ધપરિણમનરૂપ છે, તેનાથી કર્મની નિર્જરા છે; — ‘‘तत् तस्य अस्मिन् कर्मणः मनाक् बन्धः पुनः अपि नास्ति’’ (तत्) તે કારણથી (तस्य) સમ્યગ્દ્રષ્ટિ જીવને (अस्मिन्) શુદ્ધ પરિણામ હોતાં (कर्मणः) જ્ઞાનાવરણાદિ કર્મોનો (मनाक् बन्धः) સૂક્ષ્મમાત્ર પણ બંધ (पुनः अपि नास्ति) કદી પણ નથી. ‘‘तत् पूर्वोपात्तं अनुभवतः निश्चितं निर्जरा एव’’ (तत्) જ્ઞાનાવરણાદિ કર્મ — (पूर्वोपात्तं) સમ્યક્ત્વ ઊપજ્યા પહેલાં અજ્ઞાન-રાગપરિણામથી બાંધ્યું હતું જે કર્મ — તેના ઉદયને (अनुभवत्ः) જે ભોગવે છે એવા સમ્યગ્દ્રષ્ટિ જીવને (निश्चितं) નિશ્ચયથી (निर्जरा एव) જ્ઞાનાવરણાદિ કર્મનું ગળવું છે. કેવો છે સમ્યગ્દ્રષ્ટિ જીવ? ‘‘टङ्कोत्कीर्णस्वरसनिचितज्ञानसर्वस्वभाजः’’ (टङ्कोत्कीर्ण) શાશ્વત જે (स्वरस) સ્વપરગ્રાહકશક્તિ, તેનાથી (निचित) પરિપૂર્ણ એવો (ज्ञान) પ્રકાશગુણ, તે જ છે (सर्वस्व) આદિ મૂળ જેનું એવું જે જીવદ્રવ્ય, તેનો (भाजः) અનુભવ કરવામાં સમર્થ છે. આવો છે સમ્યગ્દ્રષ્ટિ જીવ, તેથી તેને નૂતન કર્મનો બંધ નથી, પૂર્વબદ્ધ કર્મની નિર્જરા છે. ૨૯ – ૧૬૧.