૧૫૨
प्राग्बद्धं तु क्षयमुपनयन्निर्जरोज्जृम्भणेन ।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘सम्यग्द्रष्टिः ज्ञानं भूत्वा नटति’’ (सम्यग्द्रष्टिः) સમ્યગ્દ્રષ્ટિ અર્થાત્ શુદ્ધ સ્વભાવરૂપ થઈને પરિણમેલો જીવ (ज्ञानं भूत्वा) શુદ્ધ જ્ઞાનસ્વરૂપ થઈને (नटति) પોતાના શુદ્ધ સ્વરૂપે પરિણમે છે. કેવું છે શુદ્ધ જ્ઞાન? ‘‘आदिमध्यान्तमुक्तं ’’ અતીત-અનાગત-વર્તમાનકાળગોચર શાશ્વત છે. શું કરીને? ‘‘गगनाभोगरङ्गं विगाह्य’’ (गगन) જીવનું શુદ્ધ સ્વરૂપ છે (आभोगरङ्गं) અખાડાની નાચવાની ભૂમિ, તેને (विगाह्य) અનુભવગોચર કરીને, એવી છે જ્ઞાનમાત્ર વસ્તુ. શા કારણથી? ‘‘स्वयम् अतिरसात्’’ અનાકુલત્વલક્ષણ અતીન્દ્રિય જે સુખ તેને પામવાથી. કેવો છે સમ્યગ્દ્રષ્ટિ જીવ? ‘‘नवम् बन्धं रुन्धन्’’ (नवम्) ધારાપ્રવાહરૂપ પરિણમે છે જે જ્ઞાનાવરણાદિરૂપે પુદ્ગલપિંડ એવો જે (बन्धं) બંધ અર્થાત્ જીવના પ્રદેશો સાથે એકક્ષેત્રાવગાહ, તેને (रुन्धन्) મટાડતો થકો; કેમ કે ‘‘निजैः अष्टाभिः अङ्गैः सङ्गतः’’ (निजैः अष्टाभिः) પોતાના જ નિઃશંકિત, નિઃકાંક્ષિત ઇત્યાદિ કહ્યા જે આઠ (अङ्गैः) સમ્યક્ત્વના સહારાના ગુણ, તે-પણે (सङ्गतः) ભાવરૂપ પરિણમ્યો છે, એવો છે. વળી કેવો છે સમ્યગ્દ્રષ્ટિ જીવ? ‘‘तु प्राग्बद्धं कर्म क्षयं उपनयन्’’ (तु) બીજું કાર્ય એવું પણ થાય છે કે (प्राग्बद्धं) પૂર્વે બાંધેલ છે જે જ્ઞાનાવરણાદિ (कर्म) પુદ્ગલપિંડ, તેનો (क्षयं) મૂળથી સત્તાનાશ (उपनयन्) કરતો થકો. શા વડે? ‘‘निर्जरोज्जृम्भणेन’’ (निर्जरा) શુદ્ધ પરિણામના (उज्जृम्भणेन) પ્રગટપણા વડે. ૩૦ – ૧૬૨.