धीरोदारमनाकु लं निरुपधि ज्ञानं समुन्मज्जति ।।१-१६३।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘ज्ञानं समुन्मज्जति’’ (ज्ञानं) જ્ઞાન અર્થાત્ શુદ્ધ જીવ (समुन्मज्जति) પ્રગટ થાય છે. ભાવાર્થ — અહીંથી શરૂ કરીને જીવનું શુદ્ધ સ્વરૂપ કહે છે. કેવું છે શુદ્ધ જ્ઞાન? ‘‘आनन्दामृतनित्यभोजि’’ (आनन्द) અતીન્દ્રિય સુખ, એવી છે (अमृत) અપૂર્વ લબ્ધિ, તેનું (नित्यभोजि) નિરંતર આસ્વાદનશીલ છે. વળી કેવું છે? ‘‘स्फु टं सहजावस्थां नाटयत्’’ (स्फु टं) પ્રગટપણે (सहजावस्थां) પોતાના શુદ્ધ સ્વરૂપને (नाटयत्) પ્રગટ કરે છે. વળી કેવું છે? ‘‘धीरोदारम्’’ (धीर) અવિનશ્વર સત્તારૂપ છે; (उदारम्) ધારાપ્રવાહરૂપ પરિણમનસ્વભાવ છે. વળી કેવું છે? ‘‘अनाकुलं’’ સર્વ દુઃખથી રહિત છે. વળી કેવું છે? ‘‘निरुपधि’’ સમસ્ત કર્મની ઉપાધિથી રહિત છે. શું કરતું થકું જ્ઞાન પ્રગટ થાય છે? ‘‘बन्धं धुनत्’’ (बन्धं) જ્ઞાનાવરણાદિ કર્મરૂપ પુદ્ગલપિંડનું પરિણમન, તેને (धुनत्) મટાડતું થકું. કેવો છે બંધ? ‘‘क्रीडन्तं’’ ક્રીડા કરે છે અર્થાત્ પ્રગટપણે ગર્જે છે. શા વડે ક્રીડા કરે છે? ‘‘रसभावनिर्भरमहानाटयेन’’ (रसभाव) સમસ્ત જીવરાશિને પોતાને વશ કરી ઊપજ્યો છે જે અહંકારલક્ષણ ગર્વ, તેનાથી (निर्भर) ભરેલો જે (महानाटयेन) અનંત કાળથી માંડીને અખાડાનો સંપ્રદાય,