૧૫૪
તેના વડે. શું કરીને આવો છે બંધ? ‘‘सकलं जगत् प्रमत्तं कृत्वा’’ (सकलं जगत्) સર્વ સંસારી જીવરાશિને (प्रमत्तं कृत्वा) જીવના શુદ્ધ સ્વરૂપથી ભ્રષ્ટ કરીને. શા વડે? ‘‘रागोद्गारमहारसेन’’ (राग) રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણતિનું (उद्गार) ઘણું જ અધિકપણું, એવી જે (महारसेन) મોહરૂપ મદિરા, તે વડે. ભાવાર્થ આમ છે કે — જેવી રીતે કોઈ જીવને મદિરા પિવડાવીને વિકળ કરવામાં આવે છે, સર્વસ્વ છીનવી લેવામાં આવે છે, પદથી ભ્રષ્ટ કરવામાં આવે છે; તેવી રીતે અનાદિ કાળથી સર્વ જીવરાશિ રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણામથી મતવાલો થયો છે, તેથી જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ થાય છે. આવા બંધને શુદ્ધ જ્ઞાનનો અનુભવ મેટનશીલ છે, તેથી શુદ્ધ જ્ઞાન ઉપાદેય છે. ૧-૧૬૩.
न नैककरणानि वा न चिदचिद्वधो बन्धकृत् ।
स एव किल केवलं भवति बन्धहेतुर्नृणाम् ।।२-१६४।।
ખંડાન્વય સહિત અર્થઃ — પ્રથમ જ બંધનું સ્વરૂપ કહે છેઃ ‘‘यत् उपयोगभूः रागादिभिः ऐक्यम् समुपयाति सः एव केवलं किल नृणाम् बन्धहेतुः भवति’’ (यत्) જે (उपयोग) ચેતનાગુણરૂપ (भूः) મૂળ વસ્તુ (रागादिभिः) રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણામો સાથે (ऐक्यम्) મિશ્રિતપણારૂપે (समुपयाति) પરિણમે છે, (सः एव) એટલું માત્ર (केवलं) અન્ય સહાય વિના (किल) નિશ્ચયથી (नृणाम्) જેટલો સંસારી જીવરાશિ છે તેને (बन्धहेतुः भवति) જ્ઞાનાવરણાદિ કર્મબંધનું કારણ થાય છે. અહીં કોઈ પ્રશ્ર્ન કરે છે કે બંધનું કારણ આટલું જ છે કે બીજું પણ કાંઈ બંધનું કારણ છે? સમાધાન આમ છે કે બંધનું કારણ આટલું જ છે, બીજું તો કાંઈ નથી; એમ કહે છે — ‘‘कर्मबहुलं जगत् न बन्धकृत् वा चलनात्मकं कर्म न बन्धकृत् वा अनेककरणानि न बन्धकृत् वा चिदचिद्वधः न बन्धकृत्’’ (कर्म) જ્ઞાનાવરણાદિ કર્મરૂપે બંધાવાને યોગ્ય છે જે કાર્મણવર્ગણા, તેમનાથી (बहुलं) ઘૃતઘટની માફક