Samaysar Kalash Tika (Gujarati).

< Previous Page   Next Page >


Page 155 of 269
PDF/HTML Page 177 of 291

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

બંધ અધિકાર
૧૫૫

ભરેલો છે એવો જે (जगत्) ત્રણસો તેંતાલીસ રાજુપ્રમાણ લોકાકાશપ્રદેશ (न बन्धकृत्) તે પણ બંધનો કર્તા નથી. સમાધાન આમ છે કે જો રાગાદિ અશુદ્ધ પરિણામો વિના કાર્મણવર્ગણામાત્રથી બંધ થતો હોત તો જે મુક્ત જીવો છે તેમને પણ બંધ થાત. ભાવાર્થ આમ છે કેજો રાગાદિ અશુદ્ધ પરિણામો છે તો જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ છે, તો પછી કાર્મણવર્ગણાનો સહારો કાંઈ નથી; જો રાગાદિ અશુદ્ધ ભાવ નથી તો કર્મનો બંધ નથી, તો પછી કાર્મણવર્ગણાનો સહારો કાંઈ નથી. (चलनात्मकं कर्म) મન-વચન-કાયયોગ (न बन्धकृत्) તે પણ બંધનો કર્તા નથી. ભાવાર્થ આમ છે કેજો મન-વચન-કાયયોગ બંધનો કર્તા થતો હોત તો તેરમા ગુણસ્થાને મન-વચન-કાયયોગ છે, તેનાથી પણ કર્મનો બંધ થાત; તેથી જો રાગાદિ અશુદ્ધ ભાવ છે તો કર્મનો બંધ છે, તો પછી મન-વચન-કાયયોગનો સહારો કાંઈ નથી; રાગાદિ અશુદ્ધ ભાવ નથી તો કર્મનો બંધ નથી, તો પછી મન-વચન-કાયયોગનો સહારો કાંઈ નથી. (अनेक क रणानि) પાંચ ઇન્દ્રિયોસ્પર્શન, રસના, ઘ્રાણ, ચક્ષુ, શ્રોત્ર, છઠ્ઠું મન (न बन्धकृ त्) આ પણ બંધનાં કર્તા નથી. સમાધાન આમ છે કે સમ્યગ્દ્રષ્ટિ જીવને પાંચ ઇન્દ્રિયો છે, મન પણ છે, તેમના દ્વારા પુદ્ગલદ્રવ્યના ગુણોનો જ્ઞાયક પણ છે. જો પાંચ ઇન્દ્રિયો અને મનમાત્રથી કર્મનો બંધ થતો હોત તો સમ્યગ્દ્રષ્ટિ જીવને પણ બંધ સિદ્ધ થાત. ભાવાર્થ આમ છે કેજો રાગાદિ અશુદ્ધ ભાવ છે તો કર્મનો બંધ છે, તો પછી પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠા મનનો સહારો કાંઈ નથી; જો રાગાદિ અશુદ્ધ ભાવ નથી તો કર્મનો બંધ નથી, તો પછી પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠા મનનો સહારો કાંઈ નથી. (चित्) જીવના સંબંધ સહિત એકેન્દ્રિયાદિ શરીર, (अचित्) જીવના સંબંધ રહિત પાષાણ, લોઢું, માટી તેમનો (वधः) મૂળથી વિનાશ અથવા બાધા-પીડા (न बन्धकृत्) તે પણ બંધનાં કર્તા નથી. સમાધાન આમ છે કે કોઈ મહામુનીશ્વર ભાવલિંગી માર્ગમાં ચાલે છે, દૈવસંયોગે સૂક્ષ્મ જીવોને બાધા થાય છે, ત્યાં જો જીવઘાતમાત્રથી બંધ થતો હોત તો મુનીશ્વરને કર્મબંધ થાત. ભાવાર્થ આમ છે કેજો રાગાદિ અશુદ્ધ પરિણામ છે તો કર્મનો બંધ છે, તો પછી જીવઘાતનો સહારો કાંઈ નથી; જો રાગાદિ અશુદ્ધ ભાવ નથી તો કર્મનો બંધ નથી, તો પછી જીવઘાતનો સહારો કાંઈ નથી. ૨-૧૬૪.