Samaysar Kalash Tika (Gujarati). Shlok: 202-203.

< Previous Page   Next Page >


Page 190 of 269
PDF/HTML Page 212 of 291

 

૧૯૦

સમયસાર-કલશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
(વસન્તતિલકા)
ये तु स्वभावनियमं कलयन्ति नेम-
मज्ञानमग्नमहसो बत ते वराकाः
कुर्वन्ति कर्म तत एव हि भावकर्म-
कर्ता स्वयं भवति चेतन एव नान्यः
।।१०-२०२।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘बत ते वराकाः कर्म कुर्वन्ति’’ (बत) દુઃખની સાથે કહે છે કે, (ते वराकाः) એવો જે મિથ્યાદ્રષ્ટિ જીવરાશિ તે (कर्म कुर्वन्ति) મોહ- રાગ-દ્વેષરૂપ અશુદ્ધ પરિણતિ કરે છે;કેવો છે? ‘‘अज्ञानमग्नमहसः’’ (अज्ञान) મિથ્યાત્વરૂપ ભાવના કારણે (मग्न) આચ્છાદવામાં આવ્યો છે (महसः) શુદ્ધ ચૈતન્યપ્રકાશ જેનો, એવો છે;‘‘तु ये इमम् स्वभावनियमं न कलयन्ति’’ (तु) કારણ કે (ये) જે, (इमम् स्वभावनियमं) ‘જીવદ્રવ્ય જ્ઞાનાવરણાદિ પુદ્ગલપિંડનું કર્તા નથી’ એવા વસ્તુસ્વભાવને (न कलयन्ति) સ્વાનુભવપ્રત્યક્ષપણે અનુભવતો નથી. ભાવાર્થ આમ છે કેમિથ્યાદ્રષ્ટિ જીવરાશિ શુદ્ધ સ્વરૂપના અનુભવથી ભ્રષ્ટ છે, તેથી પર્યાયરત છે, તેથી મિથ્યાત્વ-રાગ-દ્વેષઅશુદ્ધ પરિણામરૂપ પરિણમે છે. ‘‘ततः भावकर्मकर्ता चेतनः एव स्वयं भवति, न अन्यः’’ (ततः) તે કારણથી (भावकर्म) મિથ્યાત્વ-રાગ-દ્વેષ અશુદ્ધ ચેતનારૂપ પરિણામનું, (कर्ता चेतनः एव स्वयं भवति) વ્યાપ્ય-વ્યાપકરૂપ પરિણમે છે એવું જીવદ્રવ્ય પોતે કર્તા થાય છે, (न अन्यः) પુદ્ગલકર્મ કર્તા થતું નથી. ભાવાર્થ આમ છે કેજીવ મિથ્યાદ્રષ્ટિ હોતો થકો જેવા અશુદ્ધ ભાવોરૂપે પરિણમે છે તેવા ભાવોનો કર્તા થાય છેએવો સિદ્ધાન્ત છે. ૧૦-૨૦૨.

(શાર્દૂલવિક્રીડિત)
कार्यत्वादकृतं न कर्म न च तज्जीवप्रकृत्योर्द्वयो-
रज्ञायाः प्रकृतेः स्वकार्यफलभुग्भावानुषंगात्कृतिः
नैकस्याः प्रकृतेरचित्त्वलसनाज्जीवोऽस्य कर्ता ततो
जीवस्यैव च कर्म तच्चिदनुगं ज्ञाता न यत्पुद्गलः
।।११-२०३।।