કહાનજૈનશાસ્ત્રમાળા ]
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘ततः अस्य जीवः कर्ता च तत् चिदनुगं जीवस्य एव कर्म’’ (ततः) તે કારણથી (अस्य) રાગાદિ અશુદ્ધ ચેતનાપરિણામનું, (जीवः कर्ता) જીવદ્રવ્ય તે કાળે વ્યાપ્ય-વ્યાપકરૂપ પરિણમતું હોવાથી કર્તા છે (च) અને (तत्) રાગાદિ અશુદ્ધ પરિણમન, (चिद् – अनुगं) અશુદ્ધરૂપ છે, ચેતનારૂપ છે તેથી, (जीवस्य एव कर्म) તે કાળે વ્યાપ્ય-વ્યાપકરૂપ જીવદ્રવ્ય પોતે પરિણમતું હોવાથી જીવનું કરેલું છે. શા કારણથી? ‘‘यत् पुद्गलः ज्ञाता न’’ (यत्) કારણ કે (पुद्गलः ज्ञाता न) પુદ્ગલદ્રવ્ય ચેતનારૂપ નથી, રાગાદિ પરિણામ ચેતનારૂપ છે તેથી જીવનો કરેલોે છે. કહ્યો છે જે ભાવ તેને ગાઢો – પાકો કરે છે — ‘‘कर्म अकृतं न’’ (कर्म) રાગાદિ અશુદ્ધ ચેતનારૂપ પરિણામ (अकृतं न) અનાદિનિધન આકાશદ્રવ્યની જેમ સ્વયંસિદ્ધ છે એમ પણ નથી, કોઈથી કરાયેલો હોય છે. એવો છે શા કારણથી? ‘‘कार्यत्वात्’’ કારણ કે ઘડાની જેમ ઊપજે છે, વિનશે છે તેથી પ્રતીતિ એવી કે કરતૂતરૂપ (-કાર્યરૂપ) છે. (च) તથા ‘‘तत् जीवप्रकृत्योः द्वयोः कृतिः न’’ (तत्) રાગાદિ અશુદ્ધ ચેતન પરિણમન (जीव) ચેતનદ્રવ્ય અને (प्रकृत्योः) પુદ્ગલદ્રવ્ય એવાં (द्वयोः) બે દ્રવ્યોનું (कृतिः न) કરતૂત નથી. ભાવાર્થ આમ છે કે — કોઈ એમ માનશે કે જીવ તથા કર્મ મળતાં રાગાદિ અશુદ્ધ ચેતન પરિણામ થાય છે, તેથી બંને દ્રવ્ય કર્તા છે. સમાધાન આમ છે કે બંને દ્રવ્ય કર્તા નથી, કારણ કે રાગાદિ અશુદ્ધ પરિણામોનું બાહ્ય કારણ — નિમિત્તમાત્ર પુદ્ગલકર્મનો ઉદય છે, અંતરંગ કારણ વ્યાપ્ય-વ્યાપકરૂપ જીવદ્રવ્ય વિભાવરૂપ પરિણમે છે; તેથી જીવને કર્તાપણું ઘટે છે, પુદ્ગલકર્મને કર્તાપણું ઘટતું નથી; કારણ કે ‘‘अज्ञायाः प्रकृतेः स्वकार्यफलभुग्भावानुषङ्गात्’’ (अज्ञायाः) અચેતનદ્રવ્યરૂપ છે જે (प्रकृतेः) જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ, તેને (स्वकार्य) પોતાના કરતૂતના (फल) ફળના અર્થાત્ સુખ-દુઃખના (भुग्भाव) ભોક્તાપણાનો (अनुषङ्गात्) પ્રસંગ આવી પડે. ભાવાર્થ આમ છે કે — જે દ્રવ્ય જે ભાવનું કર્તા હોય છે તે, તે દ્રવ્યનું ભોક્તા પણ હોય છે. આમ હોતાં રાગાદિ અશુદ્ધ ચેતન પરિણામ જો જીવ-કર્મ બંનેએ મળીને કર્યા હોય તો બંને ભોક્તા થશે; પરંતુ બંને ભોક્તા તો નથી. કારણ કે જીવદ્રવ્ય ચેતન છે તે કારણે સુખ-દુઃખનું ભોક્તા હોય એમ ઘટે છે, પુદ્ગલદ્રવ્ય અચેતન હોવાથી સુખ-દુઃખનું ભોક્તા ઘટતું નથી. તેથી રાગાદિ અશુુદ્ધ ચેતનપરિણમનનો એકલો સંસારી જીવ કર્તા છે, ભોક્તા પણ છે. વળી આ અર્થને ગાઢો – પાકો કરે છે