કહાનજૈનશાસ્ત્રમાળા ]
‘‘आत्मनः कर्तृतां क्षिप्त्वा’’ (आत्मनः) જીવને (कर्तृतां) પોતાના રાગાદિ અશુદ્ધ ભાવોનું કર્તાપણું (क्षिप्त्वा) સર્વથા મટાડીને ( – નહીં માનીને) ક્રોધ કરે છે. વળી કેવું માને છે? ‘‘कर्म एव कर्तृ इति प्रवितर्क्य’’ (कर्म एव) એકલો જ્ઞાનાવરણાદિ કર્મપિંડ (कर्तृ) રાગાદિ અશુદ્ધ પરિણામોનો પોતામાં વ્યાપ્ય-વ્યાપકરૂપ થઈને કર્તા છે (इति प्रवितर्क्य) એવું ગાઢપણું કરે છે – પ્રતીતિ કરે છે. તે એવી પ્રતીતિ કરતા થકા કેવા છે? ‘‘हतकैः’’ પોતાના ઘાતક છે, કેમ કે મિથ્યાદ્રષ્ટિ છે. ૧૨-૨૦૪.
कर्तारं कलयन्तु तं किल सदा भेदावबोधादधः ।
पश्यन्तु च्युतकर्तृभावमचलं ज्ञातारमेकं परम् ।।१३-२०५।।
ખંડાન્વય સહિત અર્થઃ — એમ કહ્યું હતું કે સ્યાદ્વાદસ્વરૂપ દ્વારા જીવનું સ્વરૂપ કહીશું. તેનો ઉત્તર છે — ‘‘अमी आर्हताः अपि पुरुषं अकर्तारम् मा स्पृशन्तु’’ (अमी) વિદ્યમાન જે (आर्हताः अपि) જૈનોક્ત સ્યાદ્વાદસ્વરૂપને અંગીકાર કરે છે એવા સમ્યગ્દ્રષ્ટિ જીવો તે પણ (पुरुषं) જીવદ્રવ્યને (अकर्तारम्) અકર્તા અર્થાત્ રાગાદિ અશુદ્ધ પરિણામોનો તે સર્વથા કર્તા નથી એવું (मा स्पृशन्तु) ન અંગીકાર કરો. કોની જેમ? ‘‘सांख्याः इव’’ જેમ સાંખ્યમતવાળા જીવને સર્વથા અકર્તા માને છે તેમ જૈનો પણ સર્વથા અકર્તા ન માનો. કેવું માનવાયોગ્ય છે તે કહે છે — ‘‘सदा तं भेदावबोधात् अधः कर्तारं किल कलयन्तु तु ऊर्ध्वं एनं च्युतकर्तृभावम् पश्यन्तु’’ (सदा) સર્વ કાળ દ્રવ્યનું સ્વરૂપ એવું છે કે (तं) જીવદ્રવ્યને, (भेदावबोधात् अधः) શુદ્ધસ્વરૂપ- પરિણમનરૂપ સમ્યક્ત્વથી ભ્રષ્ટ મિથ્યાદ્રષ્ટિ હોતું થકું મોહ-રાગ-દ્વેષરૂપ પરિણમે છે તેટલો કાળ, (कर्तारं किल कलयन्तु) કર્તા અવશ્ય માનો અર્થાત્ મોહ-રાગ-દ્વેષરૂપ અશુદ્ધ ચેતનપરિણામનો કર્તા જીવ છે એમ અવશ્ય માનો — પ્રતીતિ કરો. (तु) તે જ જીવ (ऊर्ध्वं) જ્યારે મિથ્યાત્વપરિણામ છૂટીને પોતાના શુદ્ધસ્વરૂપ સમ્યક્ત્વભાવરૂપે પરિણમે છે ત્યારે (एनं च्युतकर्तृभावम्) તેને કર્તાપણા વિનાનો