૧૯૪
અર્થાત્ છોડ્યું છે રાગાદિ અશુદ્ધ ભાવોનું કર્તાપણું જેણે એવો (पश्यन्तु) શ્રદ્ધો – પ્રતીતિ કરો – એવો અનુભવો. ભાવાર્થ આમ છે કે — જેમ જીવનો જ્ઞાનગુણ સ્વભાવ છે, તે જ્ઞાનગુણ સંસાર-અવસ્થામાં અથવા મોક્ષ-અવસ્થામાં છૂટતો નથી; તેમ રાગાદિપણું જીવનો સ્વભાવ નથી, તોપણ સંસાર-અવસ્થામાં જ્યાં સુધી કર્મનો સંયોગ છે ત્યાં સુધી મોહ-રાગ-દ્વેષરૂપ અશુદ્ધપણાને લીધે વિભાવરૂપે જીવ પરિણમે છે અને ત્યાં સુધી કર્તા છે. જીવને સમ્યક્ત્વગુણ પરિણમ્યા પછી આવો જાણવો — ‘‘उद्धतबोधधामनियतं’’
એવા (बोधधाम) જ્ઞાનનો પ્રતાપ છે (नियतं) સર્વસ્વ જેનું, એવો છે. વળી કેવો છે? ‘‘स्वयं प्रत्यक्षम्’’ પોતાને પોતાની મેળે પ્રગટ થયો છે. વળી કેવો છે? ‘‘अचलं’’ ચાર ગતિના ભ્રમણથી રહિત થયો છે. વળી કેવો છે? ‘‘ज्ञातारम्’’ જ્ઞાનમાત્રસ્વરૂપ છે. વળી કેવો છે? ‘‘परम् एकं ’’ રાગાદિ અશુદ્ધ પરિણતિથી રહિત શુદ્ધ વસ્તુમાત્ર છે. ૧૩-૨૦૫.
निजमनसि विधत्ते कर्तृभोक्त्रोर्विभेदम् ।
स्वयमयमभिषिञ्चंश्चिच्चमत्कार एव ।।१४-२०६।।
ખંડાન્વય સહિત અર્થઃ — બૌદ્ધમતીને પ્રતિબોધવામાં આવે છે — ‘‘इह एकः निजमनसि कर्तृभोक्त्रोः विभेदम् विधत्ते’’ (इह) સાંપ્રત વિદ્યમાન છે એવો (एकः) બૌદ્ધમતને માનવાવાળો કોઈ જીવ (निजमनसि) પોતાના જ્ઞાનમાં (कर्तृभोक्त्रोः) કર્તાપણા-ભોક્તાપણાનો (विभेदम् विधत्ते) ભેદ કરે છે. ભાવાર્થ આમ છે — તે એમ કહે છે કે ક્રિયાનો કર્તા કોઈ અન્ય છે, ભોક્તા કોઈ અન્ય છે. એવું કેમ માને છે? ‘‘इदम् आत्मतत्त्वं क्षणिकम् कल्पयित्वा’’ (इदम् आत्मतत्त्वं) અનાદિનિધન છે જે ચૈતન્યસ્વરૂપ જીવદ્રવ્ય, તેને (क्षणिकम् कल्पयित्वा) ક્ષણિક માને છે અર્થાત્ જેમ પોતાના નેત્રરોગના કારણે કોઈ શ્વેત શંખને પીળો જુએ છે, તેમ અનાદિનિધન