૧૯૬
આવતાં ભોગવે છે; પર્યાયરૂપે વિચારતાં જે પરિણામ-અવસ્થામાં જ્ઞાનાવરણાદિ કર્મ ઉપાર્જે છે, ઉદય આવતાં તે પરિણામનું અવસ્થાન્તર થાય છે; તેથી અન્ય પર્યાય કરે છે, અન્ય પર્યાય ભોગવે છે — આવો ભાવ સ્યાદ્વાદ સાધી શકે છે. જેવું બૌદ્ધમતનો જીવ કહે છે તે તો મહાવિપરીત છે. તે ક્યું વિપરીતપણું? ‘‘अत्यन्तं वृत्त्यंशभेदतः वृत्तिमन्नाशकल्पनात्’’ (अत्यन्तं) દ્રવ્યનું આવું જ સ્વરૂપ છે, સહારો કોનો? (वृत्ति) અવસ્થા, તેના (अंश) અંશ અર્થાત્ એક દ્રવ્યની અનંત અવસ્થા, એવો (भेदतः) ભેદ છે અર્થાત્ કોઈ અવસ્થા વિનશે છે, અન્ય કોઈ અવસ્થા ઊપજે છે — એવો અવસ્થાભેદ વિદ્યમાન છે; આવા અવસ્થાભેદનો છળ પકડીને કોઈ બૌદ્ધમતનો મિથ્યાદ્રષ્ટિ જીવ (वृत्तिमन्नाशकल्पनात्) વૃત્તિમાનનો અર્થાત્ જેનો અવસ્થાભેદ થાય છે એવી સત્તારૂપ શાશ્વત વસ્તુનો નાશ કલ્પે છે અર્થાત્ મૂળથી સત્તાનો નાશ માને છે; તેથી એવું કહેવું વિપરીતપણું છે. ભાવાર્થ આમ છે કે બૌદ્ધમતનો જીવ પર્યાયમાત્રને વસ્તુ માને છે, પર્યાય જેનો છે એવી સત્તામાત્ર વસ્તુને માનતો નથી. માટે આવું માને છે તે મહામિથ્યાત્વ છે. ૧૫-૨૦૭.
कालोपाधिबलादशुद्धिमधिकां तत्रापि मत्वा परैः ।
आत्मा व्युज्झित एष हारवदहो निःसूत्रमुक्तेक्षिभिः ।।१६-२०८।।
ખંડાન્વય સહિત અર્થઃ — એકાન્તપણે જે માનવામાં આવે તે મિથ્યાત્વ છે. ‘‘अहो पृथुकैः एषः आत्मा व्युज्झितः’’ (अहो) હે જીવ! (पृथुकैः) નાના પ્રકારનો અભિપ્રાય છે જેમનો એવા જે મિથ્યાદ્રષ્ટિ જીવો છે તેમનાથી (एषः आत्मा) વિદ્યમાન શુદ્ધ ચૈતન્યવસ્તુ (व्युज्झितः) સધાઈ નહિ. કેવા છે એકાન્તવાદી? ‘‘शुद्धर्जुसूत्रे रतैः’’ (शुद्ध) ✽દ્રવ્યાર્થિકનયથી રહિત (ऋजुसूत्रे) વર્તમાન પર્યાયમાત્રમાં
✽ અહીં ‘દ્રવ્યાર્થિકનયથી રહિત’ પાઠના સ્થાનમાં હસ્તલિખિત તથા પહેલી મુદ્રિત હિન્દી પ્રતમાં ‘પર્યાયાર્થિકનયથી રહિત’ એવો પાઠ છે જે ભૂલથી લખાઈ ગયો લાગે છે.