૨૩૪
વસ્તુપણું જ્ઞાનને સધાય છે; કારણ કે એકાન્તવાદી એવું માને છે કે સમસ્ત જ્ઞાનવસ્તુ છે, પરંતુ એવું માનતાં લક્ષ્ય-લક્ષણનો અભાવ થાય છે, તેથી લક્ષ્ય-લક્ષણનો અભાવ થતાં વસ્તુની સત્તા સધાતી નથી. સ્યાદ્વાદી એવું માને છે કે ‘જ્ઞાનવસ્તુ છે, તેનું લક્ષણ છે સમસ્ત જ્ઞેયનું જાણપણું,’ તેથી એમ કહેતાં સ્વભાવ સધાય છે, સ્વ- સ્વભાવ સધાતાં વસ્તુ સધાય છે. આથી જ એમ કહ્યું કે (स्याद्वाददर्शी स्वतत्त्वं स्पृशेत्) વસ્તુને દ્રવ્ય-પર્યાયરૂપ માને છે એવો સ્યાદ્વાદદર્શી અર્થાત્ અનેકાન્તવાદી જીવ જ્ઞાનવસ્તુ છે એમ સાધવાને સમર્થ હોય છે. સ્યાદ્વાદી જ્ઞાનવસ્તુને કેવી માને છે? ‘‘विश्वात् भिन्नम्’’ (विश्वात्) સમસ્ત જ્ઞેયથી (भिन्नम्) નિરાળી છે. વળી કેવી માને છે? ‘‘अविश्वविश्वघटितं’’ (अविश्व) સમસ્ત જ્ઞેયથી ભિન્નરૂપ, (विश्व) પોતાનાં દ્રવ્ય-ગુણ- પર્યાયથી (घटितं) જેવી છે તેવી અનાદિથી સ્વયંસિદ્ધ નિષ્પન્ન છે — એવી છે જ્ઞાનવસ્તુ. એવું કેમ માને છે? ‘‘यत् तत्’’ જે જે વસ્તુ છે ‘‘तत् पररूपतः न तत्’’ તે વસ્તુ પરવસ્તુની અપેક્ષાએ વસ્તુરૂપ નથી. ભાવાર્થ આમ છે કે જેવી રીતે જ્ઞાનવસ્તુ જ્ઞેયરૂપથી નથી, જ્ઞાનરૂપથી છે, તેવી જ રીતે જ્ઞેયવસ્તુ પણ જ્ઞાનવસ્તુથી નથી, જ્ઞેયવસ્તુરૂપ છે. તેથી આવો અર્થ પ્રગટ થયો કે પર્યાય દ્વારા જ્ઞાન વિશ્વરૂપ છે, દ્રવ્ય દ્વારા પોતારૂપ છે. — આવો ભેદ સ્યાદ્વાદી અનુભવે છે. તેથી સ્યાદ્વાદ વસ્તુસ્વરૂપનો સાધક છે, એકાન્તપણું વસ્તુનું ઘાતક છે. ૩-૨૪૯.
ज्ञेयाकारविशीर्णशक्तिरभितस्त्रुटयन्पशुर्नश्यति ।
न्नेकं ज्ञानमबाधितानुभवनं पश्यत्यनेकान्तवित् ।।४-२५०।।
ખંડાન્વય સહિત અર્થઃ — ભાવાર્થ આમ છે કે કોઈ એકાન્તવાદી મિથ્યાદ્રષ્ટિ જીવ પર્યાયમાત્રને વસ્તુ માને છે, વસ્તુને માનતો નથી; તેથી જ્ઞાનવસ્તુ અનેક જ્ઞેયને જાણે છે, તેને જાણતી થકી જ્ઞેયાકારે પરિણમે છે — એમ જાણીને જ્ઞાનને અનેક માને છે, એક માનતો નથી. તેના પ્રતિ ઉત્તર આમ છે કે ‘એક’