કહાનજૈનશાસ્ત્રમાળા ]
આધીન છે. ભાવાર્થ આમ છે — જેને અનુભવતાં સમ્યક્ત્વ થાય છે તે શુદ્ધ સ્વરૂપને કહે છેઃ — ‘‘यदेकत्वं न मुञ्चति’’ (यत्) જે શુદ્ધ વસ્તુ (एकत्वं) શુદ્ધપણાને (न मुञ्चति) નથી છોડતી. અહીં કોઈ આશંકા કરશે કે જીવવસ્તુ જ્યારે સંસારથી છૂટે છે ત્યારે શુદ્ધ થાય છે. ઉત્તર આમ છે — જીવવસ્તુ દ્રવ્યદ્રષ્ટિએ વિચારતાં ત્રણે કાળ શુદ્ધ છે. તે જ કહે છે — ‘‘नवतत्त्वगतत्वेऽपि’’ (नवतत्त्व) જીવ-અજીવ-આસ્રવ-બંધ-સંવર-નિર્જરા- મોક્ષ-પુણ્ય-પાપ (गतत्वे अपि) તે-રૂપ પરિણમી છે તોપણ શુદ્ધસ્વરૂપ છે. ભાવાર્થ આમ છે – જેમ અગ્નિ દાહકલક્ષણ છે, તે કાષ્ઠ, તૃણ, છાણાં આદિ સમસ્ત દાહ્યને દહે છે, દહતો થકો અગ્નિ દાહ્યાકાર થાય છે; પરંતુ તેનો વિચાર છે કે જો તેને કાષ્ઠ, તૃણ અને છાણાની આકૃતિમાં જોવામાં આવે તો કાષ્ઠનો અગ્નિ, તૃણનો અગ્નિ અને છાણાનો અગ્નિ એમ કહેવું સાચું જ છે, અને જો અગ્નિની ઉષ્ણતામાત્ર વિચારવામાં આવે તો ઉષ્ણમાત્ર છે, કાષ્ઠનો અગ્નિ, તૃણનો અગ્નિ અને છાણાનો અગ્નિ એવા સમસ્ત વિકલ્પ જૂઠા છે; તેવી જ રીતે નવ તત્ત્વરૂપ જીવના પરિણામો છે, તે પરિણામો કેટલાક શુદ્ધરૂપ છે, કેટલાક અશુદ્ધરૂપ છે; જો નવ પરિણામોમાં જ જોવામાં આવે તો નવે તત્ત્વ સાચાં છે અને જો ચેતનામાત્ર અનુભવ કરવામાં આવે તો નવે વિકલ્પ જૂઠા છે. ૭.
कनकमिव निमग्नं वर्णमालाकलापे ।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘आत्मज्योतिः द्रश्यताम्’’ (आत्मज्योतिः) આત્મ- જ્યોતિ અર્થાત્ જીવદ્રવ્યનું શુદ્ધ જ્ઞાનમાત્ર (द्रश्यताम्) સર્વથા અનુભવરૂપ હો. કેવી છે આત્મજ્યોતિ? ‘‘चिरमिति नवतत्त्वच्छन्नं, अथ सततविविक्तं’’ આ અવસરે નાટ્યરસની પેઠે એક જીવવસ્તુ આશ્ચર્યકારી અનેક ભાવરૂપ એક જ સમયે દેખાય છે; એ જ કારણથી આ શાસ્ત્રનું નામ નાટક સમયસાર છે. તે જ કહે છે — (चिरम्)