૧૦
અમર્યાદ કાળથી (इति) જો વિભાવરૂપ રાગાદિ પરિણામ – પર્યાયમાત્ર વિચારવામાં આવે તો જ્ઞાનવસ્તુ (नवतत्त्वच्छन्नं) પૂર્વોક્ત જીવાદિ નવ તત્ત્વરૂપે આચ્છાદિત છે. ભાવાર્થ આમ છે કે જીવવસ્તુ અનાદિ કાળથી ધાતુ અને પાષાણના સંયોગની પેઠે કર્મ-પર્યાય સાથે મળેલી જ ચાલી આવે છે અને મળી થકી તે રાગાદિ વિભાવપરિણામો સાથે વ્યાપ્ય – વ્યાપકરૂપે સ્વયં પરિણમે છે. તે પરિણમન જોવામાં આવે, જીવનું સ્વરૂપ ન જોવામાં આવે, તો જીવવસ્તુ નવ તત્ત્વરૂપ છે એમ દ્રષ્ટિમાં આવે છે; આવું પણ છે, સર્વથા જૂઠું નથી, કેમ કે વિભાવરૂપ રાગાદિ પરિણામશક્તિ જીવમાં જ છે. ‘‘अथ’’ હવે ‘અથ’ પદ દ્વારા બીજો પક્ષ બતાવે છેઃ — તે જ જીવવસ્તુ દ્રવ્યરૂપ છે, પોતાના ગુણ-પર્યાયે વિરાજમાન છે. જો શુદ્ધ દ્રવ્યસ્વરૂપ જોવામાં આવે, પર્યાયસ્વરૂપ ન જોવામાં આવે તો તે કેવી છે? ‘‘सततविविक्तम्’’ (सतत) નિરંતર (विविक्तं) નવ તત્ત્વના વિકલ્પથી રહિત છે, શુદ્ધ વસ્તુમાત્ર છે. ભાવાર્થ આમ છે કે શુદ્ધ સ્વરૂપનો અનુભવ સમ્યક્ત્વ છે. વળી કેવી છે તે આત્મજ્યોતિ? ‘‘वर्णमालाकलापे कनकमिव निमग्नं’’ ‘વર્ણમાલા’ પદના બે અર્થ છે — એક તો ૧બનવારી, અને બીજો ભેદપંક્તિ; ભાવાર્થ આમ છે કે ગુણ-ગુણીના ભેદરૂપ ભેદપ્રકાશ; ‘કલાપ’નો અર્થ સમૂહ છે. આથી એમ અર્થ ઊપજ્યો કે જેમ એક જ સોનું ૨વાનભેદથી અનેકરૂપ કહેવાય છે તેમ એક જ જીવવસ્તુ દ્રવ્ય-ગુણ- પર્યાયરૂપે અથવા ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપે અનેકરૂપ કહેવાય છે. ‘अथ’ હવે ‘અથ’ પદ દ્વારા ફરીને બીજો પક્ષ બતાવે છેઃ — ‘‘प्रतिपदम् एकरूपं’’ (प्रतिपदम्) ગુણ- પર્યાયરૂપ અથવા ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ અથવા દ્રષ્ટાંતની અપેક્ષાએ વાનભેદરૂપ જેટલા ભેદો છે તે બધા ભેદોમાં પણ (एकरूपं) પોતે (એક) જ છે. વસ્તુનો વિચાર કરતાં ભેદરૂપ પણ વસ્તુ જ છે, વસ્તુથી ભિન્ન ભેદ કોઈ વસ્તુ નથી. ભાવાર્થ આમ છે કે સુવર્ણમાત્ર ન જોવામાં આવે, વાનભેદમાત્ર જોવામાં આવે તો વાનભેદ છે; સોનાની શક્તિ એવી પણ છે; જો વાનભેદ ન જોવામાં આવે, કેવળ સુવર્ણમાત્ર જોવામાં આવે, તો વાનભેદ જૂઠા છે; તેવી રીતે જો શુદ્ધ જીવવસ્તુમાત્ર ન જોવામાં આવે, ગુણ-પર્યાયમાત્ર કે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યમાત્ર જોવામાં આવે, તો ગુણ-પર્યાયો છે, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય છે; જીવવસ્તુ આવી પણ છે; જો ગુણ-
૧ બનવારી=સોનું તપાવવાની કૂલડી.
૨ દસ વલું, ચૌદ વલું આદિ સોનામાં જે ભેદ છે તેને વાનભેદ કહે છે.