કહાનજૈનશાસ્ત્રમાળા ]
પર્યાયભેદ કે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યભેદ ન જોવામાં આવે, વસ્તુમાત્ર જોવામાં આવે, તો સમસ્ત ભેદ જૂઠા છે. આવો અનુભવ સમ્યક્ત્વ છે. વળી કેવી છે આત્મજ્યોતિ? ‘‘उन्नीयमानं’’ ચેતનાલક્ષણથી જણાય છે, તેથી અનુમાનગોચર પણ છે. હવે બીજો પક્ષ — ‘‘उद्योतमानम्’’ પ્રત્યક્ષ જ્ઞાનગોચર છે. ભાવાર્થ આમ છે કે ભેદબુદ્ધિ કરતાં જીવવસ્તુ ચેતનાલક્ષણથી જીવને જાણે છે, વસ્તુ વિચારતાં એટલો વિકલ્પ પણ જૂઠો છે, શુદ્ધ વસ્તુમાત્ર છે. આવો અનુભવ સમ્યક્ત્વ છે. ૮.
क्वचिदपि च न विद्मो याति निक्षेपचक्रम् ।
अनुभवमुपयाते भाति न द्वैतमेव ।।९।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘अस्मिन् धाम्नि अनुभवमुपयाते द्वैतमेव न भाति’’ (अस्मिन्) આ – સ્વયંસિદ્ધ (धाम्नि) ચેતનાત્મક જીવવસ્તુનો (अनुभवम्) પ્રત્યક્ષપણે આસ્વાદ (उपयाते) આવતાં (द्वैतम् एव) સૂક્ષ્મ-સ્થૂળ અન્તર્જલ્પ અને બહિર્જલ્પરૂપ બધા વિકલ્પો (न भाति) નથી શોભતા. ભાવાર્થ આમ છે — અનુભવ પ્રત્યક્ષ જ્ઞાન છે, પ્રત્યક્ષ જ્ઞાન છે એટલે વેદ્યવેદકભાવપણે આસ્વાદરૂપ છે; તે અનુભવ પરસહાયથી નિરપેક્ષપણે છે. આવો અનુભવ જોકે જ્ઞાનવિશેષ છે તોપણ સમ્યક્ત્વની સાથે અવિનાભૂત છે, કેમ કે તે સમ્યગ્દ્રષ્ટિને હોય છે, મિથ્યાદ્રષ્ટિને નથી હોતો એવો નિશ્ચય છે. આવો અનુભવ થતાં જીવવસ્તુ પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રત્યક્ષપણે આસ્વાદે છે. તેથી જેટલા કાળ સુધી અનુભવ છે તેટલા કાળ સુધી વચનવ્યવહાર સહજ જ અટકી જાય છે, કેમ કે વચનવ્યવહાર તો પરોક્ષપણે કથક છે. આ જીવ તો પ્રત્યક્ષપણે અનુભવશીલ છે, તેથી (અનુભવકાળમાં) વચન- વ્યવહાર પર્યંત કાંઈ રહ્યું નહિ. કેવી છે જીવવસ્તુ? ‘‘सर्वंकषे’’ (सर्वं) બધા પ્રકારના વિકલ્પોની (कषे) ક્ષયકરણશીલ (ક્ષય કરવાના સ્વભાવવાળી) છે. ભાવાર્થ આમ છે — જેમ સૂર્યપ્રકાશ અંધકારથી સહજ જ ભિન્ન છે તેમ અનુભવ પણ