૧૨
સમસ્ત વિકલ્પોથી રહિત જ છે. અહીં કોઈ પ્રશ્ન કરશે કે અનુભવ થતાં કોઈ વિકલ્પ રહે છે કે જેમનું નામ વિકલ્પ છે તે બધાય મટે છે? ઉત્તર આમ છે કે બધાય વિકલ્પો મટે છે; તે જ કહે છે — ‘‘नयश्रीरपि न उदयति, प्रमाणमपि अस्तमेति, न विद्मः निक्षेपचक्रमपि क्वचित् याति, अपरम् किम् अभिदध्मः’’ જે અનુભવ આવતાં પ્રમાણ-નય-નિક્ષેપ પણ જૂઠાં છે, ત્યાં રાગાદિ વિકલ્પોની શી કથા? ભાવાર્થ આમ છે કે રાગાદિ તો જૂઠા જ છે, જીવસ્વરૂપથી બાહ્ય છે. પ્રમાણ-નય-નિક્ષેપરૂપ બુદ્ધિ દ્વારા એક જ જીવદ્રવ્યના દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપ અથવા ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ ભેદ કરવામાં આવે છે તે બધા જૂઠા છે; આ બધા જૂઠા થતાં જે કંઈ વસ્તુનો સ્વાદ છે તે અનુભવ છે.
જ્ઞાન; તે પણ વિકલ્પ છે. (नय) વસ્તુના કોઈ એક ગુણનું ગ્રાહક જ્ઞાન; તે પણ વિકલ્પ છે. (निक्षेप) ઉપચારઘટનારૂપ જ્ઞાન; તે પણ વિકલ્પ છે. ભાવાર્થ આમ છે કે અનાદિ કાળથી જીવ અજ્ઞાની છે, જીવસ્વરૂપને નથી જાણતો. તે જ્યારે જીવસત્ત્વની પ્રતીતિ આવવી ઇચ્છે ત્યારે જેવી રીતે પ્રતીતિ આવે તેવી જ રીતે વસ્તુસ્વરૂપ સાધવામાં આવે છે. તે સાધના ગુણ-ગુણીજ્ઞાન દ્વારા થાય છે, બીજો ઉપાય તો કોઈ નથી. તેથી વસ્તુસ્વરૂપને ગુણ-ગુણીભેદરૂપ વિચારતાં પ્રમાણ-નય- નિક્ષેપરૂપ વિકલ્પો ઊપજે છે. તે વિકલ્પો પ્રથમ અવસ્થામાં ભલા જ છે તોપણ સ્વરૂપમાત્ર અનુભવતાં જૂઠા છે. ૯.
मापूर्णमाद्यन्तविमुक्तमेकम् ।
प्रकाशयन् शुद्धनयोऽभ्युदेति ।।१०।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘शुद्धनयः अभ्युदेति’’ (शुद्धनयः) નિરુપાધિ જીવવસ્તુસ્વરૂપનો ઉપદેશ (अभ्युदेति) પ્રગટ થાય છે. શું કરતો થકો પ્રગટ થાય છે? ‘‘एकम् प्रकाशयन्’’ (एकम्) શુદ્ધસ્વરૂપ જીવવસ્તુને (प्रकाशयन्) નિરૂપતો થકો. કેવું છે શુદ્ધ જીવસ્વરૂપ? ‘‘आद्यन्तविमुक्तम्’’ (आद्यन्त) સમસ્ત પાછલા અને આગામી