કહાનજૈનશાસ્ત્રમાળા ]
કાળથી (विमुक्तम्) રહિત છે. ભાવાર્થ આમ છે કે શુદ્ધ જીવવસ્તુનો આદિ પણ નથી, અંત પણ નથી. જે આવું સ્વરૂપ સૂચવે તેનું નામ શુદ્ધનય છે. વળી કેવી છે જીવવસ્તુ? ‘‘विलीनसंकल्पविकल्पजालं’’ (विलीन) વિલય થઈ ગયા છે (संकल्प) રાગાદિ પરિણામ અને (विकल्प) અનેક નયવિકલ્પરૂપ જ્ઞાનના પર્યાય જેને એવી છે. ભાવાર્થ આમ છે કે સમસ્ત સંકલ્પ-વિકલ્પથી રહિત વસ્તુસ્વરૂપનો અનુભવ સમ્યક્ત્વ છે. વળી કેવી છે શુદ્ધ જીવવસ્તુ? ‘‘परभावभिन्नम्’’ રાગાદિ ભાવોથી ભિન્ન છે. વળી કેવી છે? ‘‘आपूर्णम्’’ પોતાના ગુણોથી પરિપૂર્ણ છે. વળી કેવી છે? ‘‘आत्मस्वभावं’’ આત્માનો નિજ ભાવ છે. ૧૦.
स्फु टमुपरि तरन्तोऽप्येत्य यत्र प्रतिष्ठाम् ।
जगदपगतमोहीभूय सम्यक्स्वभावम् ।।११।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘जगत् तमेव स्वभावम् सम्यक् अनुभवतु’’ (जगत्) સર્વ જીવરાશિ (तम् एव) નિશ્ચયથી પૂર્વોક્ત (स्वभावम्) શુદ્ધ જીવવસ્તુને (सम्यक्) જેવી છે તેવી (अनुभवतु) પ્રત્યક્ષપણે સ્વસંવેદનરૂપ આસ્વાદો. કેવો થઈને આસ્વાદો? ‘‘अपगतमोहीभूय’’ (अपगत) ટળી ગઈ છે (मोहीभूय) શરીરાદિ પરદ્રવ્ય સાથે એકત્વબુદ્ધિ જેની એવો થઈને. ભાવાર્થ આમ છે કે સંસારી જીવને સંસારમાં વસતાં અનંત કાળ ગયો. શરીરાદિ પરદ્રવ્ય-સ્વભાવ હતો, પરંતુ આ જીવ પોતાનો જ જાણીને પ્રવર્ત્યો; તો જ્યારે આ વિપરીત બુદ્ધિ છૂટે ત્યારે જ આ જીવ શુદ્ધસ્વરૂપ અનુભવવાને યોગ્ય થાય છે. કેવું છે શુદ્ધસ્વરૂપ?
(समन्तात्) સર્વ પ્રકારે (द्योतमानं) પ્રકાશમાન છે. ભાવાર્થ આમ છે કે અનુભવગોચર થતાં કાંઈ ભ્રાંતિ રહેતી નથી. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે જીવ તો શુદ્ધસ્વરૂપ કહ્યો અને તે એવો જ છે, પરંતુ રાગદ્વેષમોહરૂપ પરિણામોને અથવા સુખદુઃખાદિરૂપ પરિણામોને કોણ કરે છે? – કોણ ભોગવે છે? ઉત્તર આમ છે કે આ પરિણામોને કરે તો જીવ કરે છે અને જીવ ભોગવે છે, પરંતુ આ પરિણતિ