૧૪
વિભાવરૂપ છે, ઉપાધિરૂપ છે; તેથી નિજસ્વરૂપ વિચારતાં તે, જીવનું સ્વરૂપ નથી એમ કહેવાય છે. કેવું છે શુદ્ધસ્વરૂપ? ‘‘यत्र अमी बद्धस्पृष्टभावादयः प्रतिष्ठां न हि विदधति’’ (यत्र) જે શુદ્ધાત્મસ્વરૂપમાં (अमी) વિદ્યમાન (बद्ध) અશુદ્ધ રાગાદિ ભાવ, (स्पृष्ट) પરસ્પર પિંડરૂપ એકક્ષેત્રાવગાહ અને (भावादयः) આદિ શબ્દથી અન્યભાવ, અનિયતભાવ, વિશેષભાવ અને સંયુક્તભાવ ઇત્યાદિ જે વિભાવપરિણામો છે તે સમસ્ત ભાવો શુદ્ધસ્વરૂપમાં (प्रतिष्ठां) શોભા (न हि विदधति) નથી ધારણ કરતા. નર, નારક, તિર્યંચ અને દેવપર્યાયરૂપ ભાવનું નામ અન્યભાવ છે; અસંખ્યાત પ્રદેશસંબંધી સંકોચ-વિસ્તારરૂપ પરિણમનનું નામ અનિયતભાવ છે; દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ ભેદકથનનું નામ વિશેષભાવ છે; તથા રાગાદિ ઉપાધિ સહિતનું નામ સંયુક્તભાવ છે. ભાવાર્થ આમ છે કે બદ્ધ, સ્પૃષ્ટ, અન્ય, અનિયત, વિશેષ અને સંયુક્ત એવા જે છ વિભાવ પરિણામો છે તે સમસ્ત, સંસાર-અવસ્થાયુક્ત જીવના છે, શુદ્ધ જીવસ્વરૂપ અનુભવતાં જીવના નથી. કેવા છે બદ્ધસ્પૃષ્ટ આદિ વિભાવભાવ?
તોપણ ‘‘उपरि तरन्तः’’ ઉપર ઉપર જ રહે છે. ભાવાર્થ આમ છે કે જીવનો જ્ઞાનગુણ ત્રિકાળગોચર છે તેવી રીતે રાગાદિ વિભાવભાવ જીવવસ્તુમાં ત્રિકાળગોચર નથી. જોકે સંસાર-અવસ્થામાં વિદ્યમાન જ છે તોપણ મોક્ષ- અવસ્થામાં સર્વથા નથી, તેથી એવો નિશ્ચય છે કે રાગાદિ જીવસ્વરૂપ નથી. ૧૧.
भूतं भान्तमभूतमेव रभसा निर्भिद्य बन्धं सुधी- र्यद्यन्तः किल कोऽप्यहो कलयति व्याहत्य मोहं हठात् ।
आत्मात्मानुभवैकगम्यमहिमा व्यक्तोऽयमास्ते ध्रुवं नित्यं कर्मकलङ्कपङ्कविकलो देवः स्वयं शाश्वतः ।।१२।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘अयम् आत्मा व्यक्तः आस्ते’’ (अयम्) આમ (आत्मा) ચેતનાલક્ષણ જીવ (व्यक्तः) સ્વ-સ્વભાવરૂપ (आस्ते) થાય છે. કેવો થાય છે? ‘‘नित्यं कर्मकलङ्कपङ्कविकलः’’ (नित्यं) ત્રિકાળગોચર (कर्म) અશુદ્ધપણારૂપ (कलङ्कपङ्क) કલુષતા – કાદવથી (विकलः) સર્વથા ભિન્ન થાય છે. વળી કેવો છે?