Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 87 of 237
PDF/HTML Page 100 of 250

 

background image
સમ્યગ્દર્શન )
( સ્વભાવરસઘોલન : ૮૭
ક્રોધના સામર્થ્ય કરતાં જ્ઞાનચેતના ઘણી જ બળવાન છે.....તેને
ઓળખતાં જ જ્ઞાનીનું હૃદય ઓળખાય છે, ને પોતાનેય ભેદજ્ઞાન
થાય છે. ‘ – અમને એમ થયું છે.’ (જુઓ પાનું : ૨૦૩)
ચેતનધારા છે તે મોક્ષની સાધક છે. જેટલી ચેતનધારા છે
તેટલું સુખ નિરંતર છે; ધર્મીને સંક્લેશ પરિણામ વખતેય તે
સુખધારા વર્તી રહી છે; ને જેટલી કષાય – કર્મધારા છે તેટલું દુઃખ
છે; પણ મોક્ષને સાધવાનું તે વખતેય ચાલુ હોવાથી તે ધર્મીને
દુર્ગતિનું કે વિશેષ વ્યાકુળતાનું કારણ થતી નથી. પ્રતીતમાં –
જ્ઞાનમાં આત્મસ્વરુપ બરાબર આવ્યું છે, પણ પરિણમનમાં હજી
પૂરું આવ્યું નથી, શુદ્ધતાનું પરિણમન શરુ થયું છે પણ હજી પૂરું
નથી થયું. જુઓને, ચોથા ગુણસ્થાને સમ્યક્ત્વ તો ક્ષાયિક થઈ ગયું
છતાં હજી રાગ તો રહ્યો; – એક સાથે ક્ષાયિકભાવ ને ઉદયભાવ
બંને વર્તે છે. સમ્યક્ત્વગુણ સર્વગુણોમાં ફેલાયેલો છે તેથી તેના
પ્રતાપે સર્વ ગુણોમાં થોડી થોડી તો શુદ્ધતા થઈ છે. એકેક ગુણ
પોતાનો સ્વાદ બધા ગુણોને આપે છે. – પણ વિકારભાવને કોઈ
ગુણો સાથ આપતા નથી, તેને જુદો જ રાખે છે; ગુણના આધાર
વિનાનો તે નિરાધાર છે, લાંબુ જીવી શકતો નથી.
સમ્યગ્દ્રષ્ટિને શ્રદ્ધાની પરિણતિ સમ્યક્ શ્રદ્ધારુપ છે, જ્ઞાનની
પરિણતિ જ્ઞાનચેતનારુપ છે; ચારિત્ર – પરિણતિમાં કેટલીક શુદ્ધિ
થઈ છે, કેટલોક વિકાર પણ છે. જેટલા અંશે રત્નત્રયની શુદ્ધતા છે
તે તો મોક્ષની જ સાધક છે, તેના વડે કર્મબંધન થતું નથી. જેટલા
અંશે રાગાદિ – અશુદ્ધતા છે તેટલો અપરાધ છે, તે બંધનું કારણ
થાય છે, તે મોક્ષનું કારણ થતું નથી. – આમ બંને ધારા
પોતપોતાનું કામ કરે છે; એકબીજાનું કામ કરતી નથી, ને
એકબીજાનું કામ રોકતીય નથી. ચોથા ગુણસ્થાનનો રાગ તેના
સમ્યક્ત્વને નથી બગાડતો, અને ચોથા ગુણસ્થાનનું સમ્યક્ત્વ ત્યાંના