જે પોતાના આત્માથી અભેદ ભાવે છે તેને જ રત્નત્રય-ધર્મનું સાચું
વાત્સલ્ય છે; રત્નત્રયને જે આત્માથી જુદો માને તેને તેનું સાચું
વાત્સલ્ય નથી એટલે તેની પાસે સમ્યક્ત્વાદિ ગુણો જ નથી.
આત્માની અવસ્થામાં ‘બીજા’ રાગદિ વિભાવ પણ છે. આમ
શુદ્ધભાવ અને વિભાવ બંને ભાવની ધારા તે આત્મામાં એકસાથે
વર્તતી હોવાથી તેને મિશ્રભાવવાળો કહીએ છીએ.
રાગવાળાં અશુદ્ધ થઈ જતાં નથી. તે શુદ્ધભાવોની જ સાધકને
પ્રધાનતા છે, ને તે જ તેનું ચિહ્ન છે. સાધકપણું અને મોક્ષમાર્ગ તે
શુદ્ધભાવની ધારાવડે જ સધાય છે. એટલે સાધક – જ્ઞાનીની
ભૂમિકામાં યત્કિંચિત્ રાગાદિ દેખો ત્યારે પણ તેની રાગથી અલિપ્ત
જ્ઞાનચેતનાને ભૂલશો નહિ. રાગ જેને ડગાવી શકતો નથી એવી તે
અચલ છે. જુઓ, ભરતચક્રીએ ક્રોધપૂર્વક બાહુબલી – પોતાના
ભાઈને મારવા ચક્ર છોડયું – તે વખતેય તે ક્રોધ તે ધર્માત્માના
સમ્યક્ત્વને કે તેની જ્ઞાનચેતનાને ડગાવી શક્યો નથી, મલિન કરી
શક્યો નથી, નષ્ટ કરી શક્યો નથી. ક્રોધ સામે અડગપણે ટકી
રહેવાનું અપાર સામર્થ્ય તે સમ્યક્ત્વચેતનામાં છે.....તે મહાન છે.