સમ્યગ્દર્શન )
( સ્વભાવરસઘોલન : ૮૫
આત્મા શુદ્ધપર્યાયથી જુદો છે – એમ નથી કહ્યું. – તેમાં તો તે કાળે
તન્મય છે. દ્રવ્ય – પર્યાયના ભેદ વડે પરમાર્થ આત્માનું ગ્રહણ થતું
નથી એટલે કે તે અનુભવમાં આવતો નથી.
વસ્તુસ્વભાવ તે નિજધર્મ છે : ‘
वत्थुसहावो धम्मो।’
આત્માના શુદ્ધ અનંત ગુણ – પર્યાયરુપ સ્વભાવ તે નિજધર્મ
છે. આવા નિજધર્મનો ધારક જીવ પરમ શુદ્ધ છે, તે નિશ્ચય છે.
તારા એક પણ સ્વધર્મને તું છોડીશ ના.
પરના એક પણ ધર્મને પોતાના માનીશ મા.
આ રીતે સ્વધર્મના ગ્રહણવડે તું પરમાત્મા બની જઈશ.
કોઈપણ પરના ધર્મનું ગ્રહણ કરવા જઈશ તો દુઃખી થઈશ.
નિજભાવને છોડે નહીં, પરભાવ કંઈ પણ નવ ગ્રહે;
જાણે – જુએ જે સર્વ, તે હું – એમ જ્ઞાની ચિંતવે.
મારા સ્વ – આત્મપ્રદેશમાં અન્ય કોઈપણ વસ્તુના
દ્રવ્ય – ગુણ – પર્યાય નથી.
મારા દ્રવ્ય-ગુણ-પર્યાયનો સમસ્ત વૈભવ મારા સ્વ-
આત્મપ્રદેશમાં જ ભર્યો છે.
અસંખ્યપ્રદેશી આત્મવસ્તુમાં દ્રવ્ય-ગુણ-પર્યાય વચ્ચે
કોઈ ક્ષેત્રભેદ નથી.
કથંચિત્ ભાવભેદ એવો છે કે – દ્રવ્ય તે એકગુણ કે પર્યાય
નથી, ને એકગુણ કે પર્યાય તે જ દ્રવ્ય નથી. આમ છતાં વસ્તુપણે
એવો અભેદભાવ છે કે જે દ્રવ્ય છે તે જ ગુણ – પર્યાય છે, ને જે
ગુણ – પર્યાય છે તે જ દ્રવ્ય છે. આવા અભેદભાવમાં આખો
આત્મા સમાય છે; અભેદઅનુભૂતિ તે આત્માનું સર્વસ્વ છે.