Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 84 of 237
PDF/HTML Page 97 of 250

 

background image
૮૪ : સ્વભાવરસઘોલન )
( સમ્યગ્દર્શન
શુદ્ધવસ્તુમાં દ્રવ્ય – ગુણ – પર્યાયના ભેદ નથી પાડતો.)
(પંચાધ્યાયીમાં આ વાત આવે છે : અ. ૧ ગા. ૨૪૬ –
૨૪૭; તથા કલશ – ટીકા : ૯)
દ્રવ્ય – પર્યાયના ભેદરુપ જે દ્રવ્યાર્થિકનય છે તે અનુભવ
વખતનો નય નથી, તે તો વિકલ્પવાળો છે કેમકે ભેદ પાડીને એક
એક ધર્મને ગ્રહણ કરે છે. (પરવસ્તુમાં પણ પર્યાય ગૌણ કરીને
દ્રવ્યને દેખવું તે દ્રવ્યાર્થિકનય છે.)
વસ્તુના પૂરેપૂરા શુદ્ધસ્વરુપને ગ્રહણ કરીને જ તેનો સાચો
અનુભવ થઈ શકે. વસ્તુના શુદ્ધસ્વરુપમાં પણ ભાગલા પાડીને,
એકેક ભાગના ગ્રહણ વડે વસ્તુનું સાચું સ્વરુપ અનુભવમાં આવતું
નથી. આ બાબતમાં હાથી અને છ અંધનું દ્રષ્ટાંત પ્રસિદ્ધ છે :
હાથીની સૂંઢ – પૂંછડી – કાન – પગ વગેરે એકેક અંગને જ
પકડીને તેને જ આખો હાથી માની લેનાર આંધળાને સાચા હાથીનું
જ્ઞાન થતું નથી. બધા અંગ સહિત આખા હાથીને જે જાણે છે તેને
જ સાચા હાથીનું જ્ઞાન થાય છે; તેમ આત્મામાં સમજવું.
ભૂતાર્થસ્વભાવનો ગ્રાહક જે શુદ્ધનય છે તે બધા જ
સ્વભાવધર્મો સહિત વસ્તુને એકપણે – શુદ્ધપણે ગ્રહણ કરે છે, તેના
કોઈ સ્વભાવને છોડી દેતો નથી. શુદ્ધનયરુપ જ્ઞાનપર્યાય છે તે પણ
વસ્તુનો સ્વભાવ છે, તેથી અભેદઅનુભૂતિમાં ‘શુદ્ધનય ભૂતાર્થ છે’
એમ કહ્યું. ‘ભૂતાર્થ’માં શુદ્ધપર્યાયનો અભાવ નથી. ‘પર્યાયના ભેદનો’
અભાવ છે. દ્રવ્ય – ગુણ – પર્યાય એવા ત્રણેય ભેદ અભૂતાર્થ છે, તે
ભેદવડે પરમાર્થ જીવનું ગ્રહણ થતું નથી – એ વાત ‘અલિંગગ્રહણ’
ના અર્થોમાં (૧૮ – ૧૯ – ૨૦ બોલમાં) આચાર્યદેવે સ્પષ્ટ
સમજાવી છે. ત્યાં આચાર્યદેવે આત્મા અને તેની શુદ્ધપર્યાય વચ્ચેના
ભેદનો વિકલ્પ મટાડવા ‘શુદ્ધપર્યાય તે આત્મા છે’ એમ કહ્યું છે, પણ