સમ્યગ્દર્શન )
( સ્વભાવરસઘોલન : ૮૩
જે ભાવના પ્રમાણે કાર્ય થઈ શકે તે જ સાચી ભાવના છે.
જે ભાવના પ્રમાણે કાર્ય ન થઈ શકે તે ભાવના સાચી નથી. જેમકે –
(૧) શરીર મારું – એવી જડ – ચેતનની એકતાની ભાવના
અજ્ઞાની જીવ કરે છે, પણ જડ – ચેતનની એકતા કદી થઈ શકતી
નથી; આત્મા કદી જડ થઈ શકતો નથી, જડ કદી ચેતન થઈ શકતું
નથી; માટે તે ભાવના મિથ્યા છે, નિરર્થક છે.
(૨) જ્ઞાન અને રાગની ભિન્નતાની ભાવના સત્ય અને સાર્થક
છે, કેમકે તે ભાવના – અનુસાર કાર્ય થાય છે, જ્ઞાન અને રાગ
જુદા પડે છે.
(૩) આત્મા અને તેની પર્યાયની ભિન્નતાની ભાવના નિષ્ફળ
છે, કેમકે આત્મા અને તેની પર્યાય કદી જુદા પડી શકતા નથી;
મોક્ષમાંય આત્મા પર્યાયરુપ તો રહે જ છે, આત્માને પર્યાય વગરનો
કદી કરી શકાતો નથી.....માટે તેમના ભેદની ભાવના સાચી નથી.
મિથ્યાત્વરુપ આત્માને જીવે ચિરકાળથી અનાદિથી ભાવ્યો
છે. સમ્યક્ત્વરુપ આત્માને જીવે પૂર્વે કદી ભાવ્યો નથી; તેથી હવે હું
સમ્યક્ત્વરુપ પરિણમીને તેને જ સદા ભાવું છું.
✽ ✽ ✽
‘શુદ્ધનય ભૂતાર્થ છે’
આત્માના સ્વભાવભૂત ભાવ તે ભૂતાર્થ છે.
શુદ્ધદ્રવ્ય – ગુણ – પર્યાયસ્વરુપ ભૂતાર્થસ્વભાવ છે, તેમાં ભેદ
પાડયા વગર આખા સ્વભાવને એકસાથે અનુભવે છે તે ભૂતાર્થના
અનુભવરુપ શુદ્ધનય છે. આ શુદ્ધનય નિર્વિકલ્પ છે, સમ્યગ્દર્શનરુપ
છે. (આ શુદ્ધનય શુદ્ધસ્વભાવ અને અશુદ્ધતાને જુદા પાડે છે; પરંતુ