Samyak Darshan Part 7 8 (Gujarati). Swa-Parno Vibhag.

< Previous Page   Next Page >


Page 82 of 237
PDF/HTML Page 95 of 250

 

background image
૮૨ : સ્વભાવરસઘોલન )
( સમ્યગ્દર્શન
સ્વજ્ઞેયના ઉત્પાદ – વ્યય – ધ્રુવ દ્રવ્ય – ગુણ – પર્યાય સ્વમાં જ છે.
પરજ્ઞેયના ઉત્પાદ – વ્યય – ધ્રુવ દ્રવ્ય – ગુણ – પર્યાય પરમાં જ છે.
મારો કોઈ અંશ પરમાં, કે પરનો કોઈ અંશ મારામાં નથી, તેથી
સમસ્ત પરજ્ઞેયો પ્રત્યે મને અત્યંત ઉદાસીનતારુપ સમભાવ છે,
મારા સ્વજ્ઞેયરુપ જ્ઞાનતત્ત્વમાં જ હું અત્યંત તૃપ્ત સંતુષ્ટ છું.
આવો સ્વ – પરનો વિભાગ કરતાં શુદ્ધાત્માની ઉપલબ્ધિ
થાય છે, ને મોક્ષમાર્ગ સધાય છે. વીતરાગ સંતે એ વાત પ્રવચનસાર
ગાથા ૧૯૨ – ૧૯૩ માં સમજાવીને શુદ્ધાત્મતત્ત્વની ઉપલબ્ધિનો
ઉપાય બતાવ્યો છે : –
એ રીત દર્શન – જ્ઞાન છે, ઇન્દ્રિય – અતીત મહાર્થ છે;
માનું હું આલંબન રહિત જીવ શુદ્ધ નિશ્ચલ ધ્રુવ છે.
લક્ષ્મી, શરીર, સુખ – દુઃખ અથવા શત્રુ – મિત્ર જનો અરે
!
જીવને નથી કંઈ ધ્રુવ, ધ્રુવ ઉપયોગ – આત્મક જીવ છે.
નવતત્ત્વને હું જ્યારે ભૂતાર્થથી જાણું છું એટલે કે મારા
ભૂતાર્થ સ્વભાવને હું અનુભવું છું ત્યારે મારું શુદ્ધતત્ત્વ અજીવ
તત્ત્વથી સર્વથા જુદું અનુભવાય છે; એ જ રીતે રાગરુપ પુણ્ય –
પાપ – આસ્રવ – બંધતત્ત્વો મારા શુદ્ધ જીવતત્ત્વથી જુદા રહી જાય
છે, ને ચેતનારુપ સંવર – નિર્જરા – મોક્ષ તત્ત્વો મારા શુદ્ધતત્ત્વમાં
અભેદ અનુભવાય છે; આ રીતે નવતત્ત્વોનો વિભાગ થતાં
ભૂતાર્થપણે મારું એક શુદ્ધ – જીવતત્ત્વ જ ચૈતન્યભાવમય પ્રકાશે
છે. એ અનુભૂતિ ઇન્દ્રિયાતીત છે, એમાં મને મારા આત્મા સિવાય
બીજા કોઈનું અવલંબન નથી; આવા મારા સ્વતત્ત્વનો મને કદી
વિયોગ નથી, તેથી મારે માટે હું પોતે ધ્રુવ છું; સર્વ સ્વભાવસંપન્ન
હું મહાન પદાર્થ છું. શુદ્ધાત્મતત્ત્વની આવી ભાવનાથી સમ્યક્ત્વાદિ
શુદ્ધતારુપ પરિણમન થાય છે.