Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 81 of 237
PDF/HTML Page 94 of 250

 

background image
સમ્યગ્દર્શન )
( સ્વભાવરસઘોલન : ૮૧
જ્ઞાનમાં અજ્ઞાન નથી. જેમ આત્માના અસ્તિત્વ વિના રાગ નથી પણ
રાગ વિના તો આત્માનું અસ્તિત્વ છે; માટે આત્મા રાગસ્વરુપ નથી.
આત્મા તો રાગથી મોટો છે, તેથી રાગ વગર તે જીવી શકે છે.
જ્ઞાનસ્વરુપી તું ન હોત તો ‘જ્ઞાનાવરણ’ કોને આવરત? અને
જ્ઞાનાવરણકર્મ ગમે તેવું મોટું હોવા છતાં તારા જ્ઞાનને પૂરું ઢાંકી
શકતું નથી, જ્ઞાન ખુલ્લુ તો રહે જ છે. માટે જ્ઞાનાવરણકર્મથી જ્ઞાન
મોટું છે. જ્ઞાન પોતાની મહાન – શક્તિ સંભાળીને જાગશે ત્યારે
આવરણને તોડીને એવું ખીલશે કે આખા જગતને પોતાનું જ્ઞેય
બનાવી દેશે. આવરણ વખતેય જ્ઞાનની નિજશક્તિ ચાલી ગઈ નથી.
અહા, જેની તાકાતનો એક નાનો અંશ પણ આખા
જગતને જાણી લ્યે તેની પૂરી તાકાતનું શું કહેવું? બહારમાં લોક –
અલોક અને અંદર પોતામાં અનંતા ગુણ – પર્યાયોની શુદ્ધતા – એ
બધાને આનંદસહિત એક સાથે જાણવાની મારા જ્ઞાનની તાકાત છે,
– એમ જ્ઞાનશક્તિનું સંવેદન કરતાં અજ્ઞાન તો અલોપ થઈ ગયું.
અજ્ઞાન અલોપ થતાં, જ્ઞાન સ્વ – પર જ્ઞેયને યથાર્થ
સ્વરુપ જાણે છે. પ્રત્યેક વસ્તુ દ્રવ્ય – ગુણ – પર્યાય સ્વરુપ છે. એ
ત્રણે જુદા જુદા નથી. દ્રવ્યમાં ગુણ – પર્યાયો રહેલાં છે;
ગુણપર્યાયોમાં દ્રવ્ય રહેલું છે. કથંચિત્ સ્વરુપભેદ હોવા છતાં
વસ્તુત: અભેદપણે જે ગુણ – પર્યાય છે તે જ દ્રવ્ય છે, જે દ્રવ્ય છે
તે જ ગુણ – પર્યાય છે. બધું એક જ સત્ છે. દ્રવ્ય વગર ગુણ –
પર્યાય ન હોય; ગુણપર્યાય વગર દ્રવ્ય ન હોય. ત્રણેની પરસ્પર
સિદ્ધિ છે. ગુણ – પર્યાયો વગર દ્રવ્યની સિદ્ધિ ન થાય; દ્રવ્ય વગર
ગુણ – પર્યાયની સિદ્ધિ ન થાય. વસ્તુના પરિણામ પ્રત્યેક સમયે
ઉત્પાદ – વ્યય – ધ્રુવતાને ધારે છે.....ને એવો પ્રવાહ ત્રિકાળ છે,
એટલે ઉત્પાદ – વ્યય – ધ્રુવતા એ સત્વસ્તુનું ત્રિકાળીસ્વરુપ છે.