Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 80 of 237
PDF/HTML Page 93 of 250

 

background image
૮૦ : સ્વભાવરસઘોલન )
( સમ્યગ્દર્શન
ભગવાન અરહંતદેવના દર્શન કરતાં એમ વિચાર જાગે છે
કે અહો! આ સર્વજ્ઞપ્રભુ કેવા વીતરાગ છે!! વીતરાગતાને લીધે કેવા
શોભી રહ્યા છે! તેઓ પણ પૂર્વે સંસારદશામાં સરાગ હતા પણ
પછી સ્વરુપ – સાધન વડે રાગ મટાડી વીતરાગ થયા. માટે નક્કી
થાય છે કે આત્મા રાગસ્વરુપ નથી. આવું મારું સ્વરુપ સમજતાં હું
પણ રાગ મટાડીને વીતરાગ થઈશ. આમ રાગ અને આત્મસ્વરુપનું
ભેદજ્ઞાન તે પરમાત્માના દર્શનનું સત્ફળ છે.
ચાર કલ્યાણક અને અનંતચતુષ્ટયયુક્ત પરમાત્મા દિવ્યધ્વનિ
વડે સાક્ષાત્ મોક્ષમાર્ગની જ વર્ષા કરી રહ્યા છે. મોક્ષમાર્ગ પ્રતિપાદક
આવા અરિહંત પરમાત્મા મનુષ્યલોકમાં સદાય વિદ્યમાન વિચરે છે,
મોક્ષમાર્ગ પણ જગતમાં સદાય છે; ને તે મોક્ષમાર્ગમાં ચાલનારા
મુમુક્ષુઓ પણ સદાય છે. વીરપ્રભુનું શાસન પામીને હું પણ
મોક્ષમાર્ગના આ પ્રવાહમાં જોડાઈ ગયો છું. પ્રવાહધારા અખંડ છે
– નવા નવા જીવો તેમાં જોડાતા જાય છે. તમે પણ આવો ને પ્રભુના
માર્ગમાં જોડાવ.
– ‘‘અમે તો અજ્ઞાની છીએ!’’
ભાઈ, તમે અજ્ઞાની નથી, જ્ઞાની છો. – સાંભળો! તમારામાં
જ્ઞાનશક્તિ છે તો અજ્ઞાન થયું છે. જ્ઞાનશક્તિ જ જો ન હોત તો
અજ્ઞાનપરિણામ ક્યાંથી થાત
? માટે તમે પોતાને અજ્ઞાનમય ન
માનો, જ્ઞાનસ્વરુપી જાણો. જેમ રાગ – પરિણામ થવા છતાં તમે
રાગમય નથી પણ વીતરાગસ્વભાવી છો, તેથી રાગ મટીને
વીતરાગતા થઈ જાય છે; તેમ તમે પોતાને જ્ઞાનસ્વભાવી જાણો તો
અજ્ઞાન કાંઈ છે જ નહીં. ‘અજ્ઞાન’ એ કોઈ શક્તિ નથી, શક્તિ તો
‘જ્ઞાન’ છે; – તેને સંભાળો. જ્ઞાનમાં અજ્ઞાન નથી. જો કે જ્ઞાન
વિના અજ્ઞાન નથી પરંતુ અજ્ઞાન વિના તો જ્ઞાન છે. – માટે