Samyak Darshan Part 7 8 (Gujarati). Arihantna Darshan Karta.

< Previous Page   Next Page >


Page 79 of 237
PDF/HTML Page 92 of 250

 

background image
સમ્યગ્દર્શન )
( સ્વભાવરસઘોલન : ૭૯
મારા ચેતન પરિણામમાં ઉત્પાદ – વ્યય – ધ્રુવતા છે.
ઉત્પાદ – વ્યય – ધ્રુવતામાં સત્ છે; સત્માં મારું સર્વસ્વ છે;
પરિણમન શુદ્ધ થતાં આખો આત્મા શુદ્ધ થયો. ( – પ્રવ. ગા. ૯)
‘‘શુદ્ધે પ્રણમતાં શુદ્ધ, જીવ પરિણામસ્વભાવી હોઈને.’’
આત્મા પોતે પોતામાં શુદ્ધપણે પરિણમી રહ્યો છે.
મારા ઉત્પાદ-વ્યય-ધ્રુવ, દ્રવ્ય-ગુણ-પર્યાય સર્વસ્વ મારામાં છે.
પરના ઉત્પાદ-વ્યય-ધ્રુવ, દ્રવ્ય-ગુણ-પર્યાય સર્વસ્વ પરમાં છે.
આમ સ્વ-પરને અત્યંત ભિન્નતા છે, કાંઈ જ ભેળસેળ નથી.
ભિન્નતા હોવાથી એકલા – એકલા આત્માને શુદ્ધતા જ છે.
પરસંગ છોડીને પોતાના એકત્વમાં રહેનારને કોઈ અશુદ્ધતા નથી.
આ રીતે હું એક છું.....શુદ્ધ છું.....મારામાં જ પરિપૂર્ણ છું.
– આવી સ્વાનુભૂતિરુપે હું પરિણમ્યો છું...તેથી –
‘છું એક શુદ્ધ મમત્વહીન હું જ્ઞાનદર્શન – પૂર્ણ છું.’
સંપૂર્ણ શુદ્ધતા-જ્ઞાયકતા-વીતરાગતા-આનંદને પામેલ આત્મા
તે દેવ. તેઓ પરમ મંગલરુપ અને ઉપકારી છે, કેમકે તેમના
સ્વરુપની ઓળખાણથી આત્માનું સાચું સ્વરુપ ઓળખાય છે, અને
તેઓ જે માર્ગે – જે ભાવથી મોક્ષપદ પામ્યા તે માર્ગ – તે ભાવ
તેમણે આપણને ઉપદેશ્યા છે. –
અર્હન્ત સૌ કર્મોતણો કરી
નાશ એ જ વિધિ વડે,
ઉપદેશ પણ એમ જ કરી,
નિર્વૃત્ત થયા; નમું તમને.
(પ્રવચનસાર ગા. ૮૨)
અહો, આવા પરમાત્મદેવનું નામસ્મરણ પણ મંગલકારી છે.