૭૮ : સ્વભાવરસઘોલન )
( સમ્યગ્દર્શન
આવા પોતાના અસ્તિત્વનું ચેતનમય સ્વસંવેદન થઈ રહ્યું હોવા
છતાં તેની કેમ ના પાડો છો? ‘હું મને નથી દેખાતો’ એમ કેમ કહો
છો? અરે, પોતે પોતાનો અભાવ તે કોણ કહે? અસ્તિત્વને
દેખવાની વારંવાર ટેવ પાડો તો બીજા બધાથી જુદું તમારું સ્પષ્ટ
અસ્તિત્વ તમને દેખાશે.....સ્વાધીન અસ્તિત્વ દેખતાવેંત તમને
મહાન આનંદ થશે.....નવું જ જીવન પ્રાપ્ત થશે.
વાહ, વાહ! આ રહ્યોને હું સત્! હું મારામાં છું.
કોણ કહે છે – ‘હું નથી’?
મારા સ્વરુપ – અસ્તિત્વમાં હું મને વેદી જ રહ્યો છું.
‘
स्व सं वे द्यो हं’
T
સત્ના સાથિયા પુરાવો.....
સ્વાનુભવના વાજાં વગડાવો.....
આજે અવસર અપૂર્વ આનંદના.....
T