Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 77 of 237
PDF/HTML Page 90 of 250

 

background image
સમ્યગ્દર્શન )
( સ્વભાવરસઘોલન : ૭૭
છોડીશ નહીં. જો, તને ચેતનવસ્તુ બતાવું છું : ગઈ કાલે કોઈ
પરવસ્તુને તેં જાણી, આજે તે વસ્તુ તો ચાલી ગઈ છતાં તેનું જ્ઞાન
તારામાં રહ્યું છે.....તે જ્ઞાન ક્યાં રહ્યું છે
? જો જોઈએ! ઊંડે – ઊંડે
તારામાં જ તે જ્ઞાન રહ્યું છે ને? જ્યાં એ જ્ઞાન રહ્યું છે તે જ તું પોતે
ચેતનવસ્તુ છો. વળી વિચારી જો.....ગઈકાલે તેં જે ક્રોધ કરેલ, તેનું
અત્યારે તને ‘જ્ઞાન’ છે – પણ તેવો ક્રોધ જ્ઞાન સાથે અત્યારે થતો
નથી; આ રીતે ક્રોધ અને જ્ઞાન જુદા છે; એમ નક્કી કરીને,
ક્રોધાદિથી જુદા ચેતનરુપ ઉપયોગભાવને શોધી લે. (તારામાં જે
વેદાઈ જ રહ્યો છે તે ભાવને ઓળખી લે.) એટલે તારી વસ્તુ તને
જડી જશે – સ્વસંવેદનમાં આવી જશે.
વળી સાંભળ! તું તારી ચેતનવસ્તુને શોધવા માટે જ્ઞાનમાં
જ્યારે મહેનત કરે છે ત્યારે તે જ્ઞાનમાં વિષય – કષાય વગરની, નવી
જાતની જ કોઈ શાંતિ ઝાંખી – ઝાંખી વેદાય છે.....ઝાંખી – ઝાંખી
હોવા છતાં આવી શાંતિ તેં પહેલાં કોઈ વસ્તુમાં વેદી ન હતી.....તો
આવી શાંતિનું વેદન ક્યાંથી આવે છે
? જ્યાંથી એ શાંતિનું વેદન
આવે છે – જેમાં એ શાંતિ વેદાય છે ને જે એ શાંતિને વેદે છે – તે
જ તું પોતે જ છો; તારામાં જ એ બધી ક્રિયાઓ થાય છે. તારી વસ્તુ
મહાન શાંતિથી ભરેલી છે, એટલે તેનો વિચાર કરતાં પણ તે શાંતિની
સુગંધ આવવા માંડે છે.....એ શાંતિનો દોર પકડીને ઊંડે – ઊંડે
ચાલ્યો જા તો શાંતિનો આખો સમુદ્ર તારામાં ઊછળતો તને દેખાશે.
થોડી વાર લાગે તો ગભરાઈને પાછો આવીશ મા.....અમે જોયેલી
વસ્તુ તને બતાવીએ છીએ; કોઈ કલ્પિત વસ્તુનું વર્ણન નથી કરતા.
उपयोगलक्षणः जीवः’ જીવ ઉપયોગમય છે....
ઉપયોગસ્વરુપમાં જીવ વસે છે.....જે જીવ છે તે પોતે જ
ઉપયોગરુપ થઈને બધાને જાણે છે. ‘હું જાણું છું’ એવું જાણપણું
જીવ વગર કેમ હોય
? ‘હું જાણું છું’ એટલે જ ‘હું જીવ છું’ –