Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 76 of 237
PDF/HTML Page 89 of 250

 

background image
૭૬ : સ્વભાવરસઘોલન )
( સમ્યગ્દર્શન
સ્વાનુભવથી ઊંચું પદ જગતમાં કોઈ નથી; સ્વાનુભવ જેવું
ઉત્તમ કાર્ય બીજું કોઈ નથી. સ્વાનુભવનો મહિમા અનંત
છે.....સ્વાનુભવનો આનંદ સિદ્ધભગવાન જેવો છે. અનાદિથી
આત્મ પ્રદેશ ઉપર બેઠેલા આઠકર્મો સ્વાનુભવ થતાં ભાગી જાય છે.
સ્વાનુભવીને કર્મો પોતાનું ફળ આપી શકતા નથી; નવાં કર્મો
બંધાતાં નથી. કર્મો કદાચિત આવે તો તે સ્વાનુભવીની સેવા કરવા
જ આવે છે. સ્વાનુભવીને કોઈ ભયો રહ્યા નથી કે જગત પાસેથી
કાંઈ લેવાની વાંછા નથી. સ્વાનુભવીએ રત્નત્રયને પોતાના સ્વજન
બનાવ્યા છે, તેનો પરમ પ્રેમ છે.
હે પ્રભુજી! તમે તો અનંત જ્ઞાનધારક ચિદાનંદ છો ને! શું
આ જડ – મડદા સાથે સગાઈ તમને શોભે છે? એ મડદા સાથે
ભાઈબંધી કરીને તેની સાથે તમે અનંતકાળથી રખડયા ને દુઃખી
થયા, હવે એનો સંગ છોડો ને તમારી પ્રભુતા સંભારો. આ શરીર
જડ – મડદું તે હું છું એટલે કે હું મડદું છું – એમ કહેતાં તમને
શરમ નથી આવતી
? બસ, હવે શરીર ધારણ નથી કરવા.....ચેતી
જાવ. તમે ચેતન છો. તમારા ચેતનમાં જડ નથી. ચેતનમાં રાગદ્વેષ
નથી. રાગ – દ્વેષ – ક્રોધ થઈ – થઈને મરી ગયા, છતાં તમે કાંઈ
મરી નથી ગયા, તમે તો આ જીવતા રહ્યા. તો જીવંતભાવને –
ચેતનભાવને દેખો – અનુભવો, તમારું મરણ કદી નહીં
થાય.....અમરપદને પામી જશો.
પ્રશ્ન : – અમે અંદર જોવા ઘણી મહેનત કરીએ છીએ પણ
ચેતનવસ્તુ દેખાતી નથી, તો તેમાં ઉપયોગ કેવી રીતે લગાવીએ?
ઉત્તર : – ભાઈ, તને ચેતનને દેખવા માટે ઉત્કંઠા થઈ તે
માટે શાબાશી! ઉત્કંઠા જાગી છે – તો તે જરુર દેખાશે.....ધીરજ