Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 75 of 237
PDF/HTML Page 88 of 250

 

background image
સમ્યગ્દર્શન )
( સ્વભાવરસઘોલન : ૭૫
વળી એ સ્વાધીનપણે કરાતું સત્કાર્ય છે, તે અત્યંત સુંદર છે ને તેમાં
કોઈની ગુલામી કરવી પડતી નથી. વાહ રે વાહ
! તું જો તો ખરો....
વિચાર તો ખરો – કે જે સ્વાનુભવની ચર્ચામાં તને આવી મજા
આવે છે તે સ્વાનુભવનો સાક્ષાત્ આનંદ કેવો મજાનો હશે
!! આવો
સ્વાનુભવ શીધ્ર કર.... અને સ્વાનુભવ કરીને પછી સ્વાનુભવરુપ
રહેવાનો ઉદ્યમ રાખ્યા કર.
જો કે સમ્યગ્દ્રષ્ટિને સવિકલ્પદશા વખતેય ઉપયોગ અને
સમ્યક્ત્વ તો નિર્મળ જ છે.....તોપણ સ્વરુપમાં ઉપયોગની સ્થિરતા
વડે જેમ જેમ વિશુદ્ધતા વધે તેમ તેમ સુખ વધતું જાય છે.
મતિશ્રુતજ્ઞાનની સ્વસન્મુખ ધારા વધતાં સ્વસંવેદનરસ વધતો જાય
છે. આ રીતે સ્વાનુભવ તે અનંત સુખનું મૂળ છે. સવિકલ્પ અને
નિર્વિકલ્પ બંને પ્રકારનાં ચારિત્રપરિણામ ધર્મી જીવે પોતામાં દીઠાં
છે ને તેનો સ્વાદભેદ જાણ્યો છે. તેથી જેમ પરિણામની સ્થિરતા વધે
તેમ ઉદ્યમ રાખે છે.....ને વિકલ્પપરિણામ રહી જાય તોપણ પોતાની
સમ્યક્ત્વ – ચેતનાને વિકલ્પથી અલિપ્ત જ રાખીને બેઠો હોવાથી
તે ગભરાતો નથી, નિજ – સ્વાનુભવમાં શંકાશીલ થતો નથી.
સ્વાનુભવી – પુરુષ ગમે ત્યાં રહે.....સ્વાનુભવના પ્રસાદથી
તે પૂજ્ય છે, સુંદર છે – શોભનીક છે. પરમેશ્વરમાં અનંત ગુણની
જે વિશેષતા છે તે બધી વિશેષતા સ્વાનુભવમાં સિદ્ધ થઈ જાય છે.
સ્વાનુભૂતિમાં સિદ્ધ પરમાત્મા અને આ આત્મા વચ્ચે કોઈ જ
તફાવત દેખાતો નથી.
ગુણ અનંતકે રસ સબે અનુભવ રસકે માંહિ;
યાતેં અનુભવ સારિખો, ઓર દૂસરો નાંહી.
પંચ પરમગુરુ જે થયા, ને થાશે જગમાંહિ,
તે અનુભવ – પ્રસાદથી, એમાં ધોખો નાંહી.