Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 74 of 237
PDF/HTML Page 87 of 250

 

background image
૭૪ : સ્વભાવરસઘોલન )
( સમ્યગ્દર્શન
હા, એક ને એક ભૂમિકાના જીવમાં સવિકલ્પદશા તથા
નિર્વિકલ્પદશા વખતે આનંદવેદનમાં થોડી હાનિ – વૃદ્ધિ થાય છે,
– પણ આનંદની ધારા અને મોક્ષની સાધના તો ચાલુ જ રહે છે.
મુનિભગવંતોને નિર્વિકલ્પદશા વારંવાર આવે છે ને વિશેષકાળ
ટકે છે. કોઈ કહે છે કે – મુનિઓને પોણી – પોણી સેકંડમાં છઠ્ઠું –
સાતમું ગુણસ્થાન આવે – એટલે છઠ્ઠાગુણસ્થાનનો કાળ ૦।। સેકંડથી
વધુ ન જ હોય ને સાતમાનો તેનાથી પણ અડધો હોય
!’’ – પણ
એવી વાત ષટ્ખંડાગમ વગેરે કોઈ સિદ્ધાંતમાં આવતી નથી, તેમજ
અનુભવ – યુક્તિથી પણ તે સત્ય ભાસતી નથી. ચોથા – પાંચમા
ગુણસ્થાને પણ સ્વાનુભવ કરનાર જાણે છે કે અનુભૂતિનો કાળ
વિશેષ છે. – તો મુનિવરોની સ્વાનુભૂતિનો કાળ તો અમારાથી પણ
વિશેષ હોય જ છે. જીવ અડધી સેકંડથી વધુકાળ છઠ્ઠાગુણસ્થાનમાં
રહે તો તેને મુનિદશા જ ન રહે – એમ માનવામાં અજાણપણે પણ
મુનિભગવંતોનો અવર્ણવાદ થઈ જાય છે.
નિર્વિકલ્પ સ્વાનુભવરસની ધારા વધતાં કેવળજ્ઞાન થાય છે.
અનુભવ મારગ મોક્ષકા.....અનુભવ મોક્ષસ્વરુપ
હે ભવ્ય! તું એક વાત સાંભળ! જો કે ઘણીવાર તને આ
વાત કહી છે – વળી એકવાર ફરી કહીએ છીએ કે તું હવે
સ્વાનુભવ કરી લે. સ્વાનુભવ તે જ સ્વસમય છે, તે જ જીવનું
જીવન છે; સ્વાનુભવમાં જ શાંતિ છે, તેમાં જ તૃપ્તિ છે; સ્વાનુભવ
તે જ કલ્યાણ છે, તે જ મોક્ષરાહ છે; જૈનધર્મ પામવાની સફળતા
સ્વાનુભવથી જ છે. સ્વાનુભવ થતો હોય તો મૃત્યુનેય ગણકારીશ
નહિ, કે માન – અપમાન જોવા રોકાઈશ નહીં. સ્વાનુભવ જેવું
સન્માન બીજું કોઈ નથી, એના જેવી મોટાઈ બીજે ક્યાંય નથી.