Samyak Darshan Part 7 8 (Gujarati). Sarvagna No Svikar.

< Previous Page   Next Page >


Page 88 of 237
PDF/HTML Page 101 of 250

 

background image
૮૮ : સ્વભાવરસઘોલન )
( સમ્યગ્દર્શન
રાગનો નાશ નથી કરતું. અનંતાનુબંધી કષાયને અને સમ્યક્ત્વને
સાથે રહેવામાં વિરોધ છે, પણ બીજા કષાયોને અને સમ્યક્ત્વને
સાથે રહેવામાં વિરોધ નથી. – આમ મિશ્રભાવોમાં પણ બંને
પ્રકારના ભાવોની ભિન્નતા જાણો. સાધકને આત્મા સ્વસંવેદનમાં
પ્રત્યક્ષ થયો છે, જ્ઞાનચેતના પ્રગટી છે; પણ સંપૂર્ણ પ્રત્યક્ષ જ્ઞાન
વગર પરમાત્મા થવાતું નથી. બારમાગુણસ્થાને સંપૂર્ણ જ્ઞાન વગર
તેને પરમાત્મા ન કહ્યા, અંતરાત્મા કહ્યા; ત્યાંસુધી સાધકભાવ કહ્યો;
કેવળજ્ઞાન થતાં સાધક મટીને સ્વયં સાધ્ય – પરમાત્મા થયા.
તે સર્વજ્ઞ પરમાત્માને નમસ્કાર હો.
c અહો સર્વજ્ઞસ્વભાવી કેવળીભગવાન! આપનો સ્વીકાર
ઇન્દ્રિયજ્ઞાન વડે થઈ શકતો નથી; આપ અતીન્દ્રિયજ્ઞાનના જ વિષય
છો. છતાં જેઓ આપને ઇન્દ્રિયનો વિષય બનાવવા માંગે છે તેઓ
ખરેખર આપના પરમાત્મસ્વરુપને ઓળખતા નથી. અરે, શું એક
સૂક્ષ્મ જડપરમાણુ કરતાંય આપ સ્થૂળ છો કે ઇન્દ્રિયગમ્ય બનો
?
– નહીં, નહીં. અરે, એક છૂટો મૂર્ત – પરમાણુ પણ એવો સૂક્ષ્મ
છે કે ઇન્દ્રિયજ્ઞાનનો વિષય થઈ શકતો નથી, અતીન્દ્રિયજ્ઞાનનો જ
તે વિષય છે; તો પછી અમૂર્ત જ્ઞાન – આનંદમય અતીન્દ્રિય –
પરમાત્મા તો ઇન્દ્રિયજ્ઞાનના વિષય કેમ થાય
? અરે, શું તે ચેતન –
પરમાત્મા જડપરમાણુ કરતાંય સ્થૂળ છે કે તેને ઇન્દ્રિયજ્ઞાનના
વિષય કહો છો
? અરે, પરમાત્માની મહાનતા તમે જાણી નથી,
તમારું જ્ઞાન જ અત્યંત સ્થૂળ ઇન્દ્રિયાધીન છે, તેથી તમને
પરમાત્માની સ્તુતિ કરતાં આવડતી નથી. પરમાત્મા – સર્વજ્ઞને
ઇન્દ્રિયના વિષય કહેવા તે તેમની સ્તુતિ નથી અપિ તુ અવર્ણવાદ
છે; તે જ્ઞાનસ્વભાવી પરમાત્માને અતીન્દ્રિયજ્ઞાનથી ગ્રહણ કરવા તે
જ તેમની પરમાર્થ સ્તુતિ છે. એ વાત કુંદકુંદસ્વામીએ સમયસાર