સમ્યગ્દર્શન )
( સ્વભાવરસઘોલન : ૮૯
ગાથા ૩૧ માં તથા પ્રવચનસાર ગા. ૮૦ માં કહી છે, કે
જ્ઞાનસ્વભાવી આત્માનું સ્વસંવેદન તે જ કેવળી ભગવાનની પરમાર્થ
સ્તુતિ છે. તે સ્તુતિ રાગવડે કે ઇન્દ્રિયજ્ઞાનવડે થઈ શકતી નથી.
અતીન્દ્રિયચેતનારુપ ને અતીન્દ્રિય સુખરુપ થયેલા ભગવાન
અર્હંતદેવને વિકલ્પાતીત જ્ઞાનવડે ઓળખતાં આત્માનું પરમાર્થ
સ્વરુપ ઓળખાય છે ને સમ્યગ્દર્શન થાય છે.
હે જિજ્ઞાસુ ! જેને તું શોધે છે તે તું જ છો
એક જિજ્ઞાસુ કોઈ જ્ઞાનવાન પુરુષને ઓળખી તેની પાસે
ગયો અને પૂછ્યું – અમને શુદ્ધચેતનવસ્તુની પ્રાપ્તિ કરાવો!
ત્યારે તે જ્ઞાનીએ કહ્યું – બીજા એક જ્ઞાનવાન છે તેમની પાસે
જાઓ, તે તમને બતાવશે.
જિજ્ઞાસુ ત્યાં ગયો ને પ્રાર્થના કરી : અમને ચેતનવસ્તુની
પ્રાપ્તિ કરાવો.
ત્યારે તે બીજા જ્ઞાનીએ તેને કહ્યું – નજીકમાં મીઠા પાણીનો
દરિયો છે તેમાં એક મચ્છ રહે છે, તે જ્ઞાની છે, તેની પાસે જાઓ,
તે તમને ચૈતન્યની પ્રાપ્તિનો ઉપાય બતાવશે.
તેમની સલાહ સ્વીકારી તે જિજ્ઞાસુ દરિયાના માછલા પાસે
ગયો, ને કહ્યું – અમને અમારા શુદ્ધચૈતન્યની પ્રાપ્તિ – અનુભૂતિ
કરાવો.
ત્યારે મચ્છે મીઠાસથી જવાબ આપ્યો : – ભલે, પણ અમારું
એક કામ છે તે પહેલાં કરો, તો પછી તમને ચૈતન્યવસ્તુ બતાવીએ.
તમે મહાન જિજ્ઞાસુ છો ને પરાક્રમી છો તેથી ચૈતન્યવસ્તુની પ્રાપ્તિ
માટે અહીં સુધી આવ્યા છો; તેથી તમે અમારું કામ જરુર કરશો;