Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 92 of 237
PDF/HTML Page 105 of 250

 

background image
૯૨ : સ્વભાવરસઘોલન )
( સમ્યગ્દર્શન
હું મારા આત્મસ્વરુપની એકની જ પરમ પ્રીતિ કરીને, અન્ય સમસ્ત
પદાર્થોમાં ઇષ્ટ – અનિષ્ટભાવના છોડું છું; રાગ – દ્વેષરુપ સમસ્ત
ચિંતા મટાડીને, નિજાનંદી પ્રભુએ એકને જ ધ્યાનમાં ધ્યાવી –
ચિંતવી – તેમાં જ ઉપયોગને લીન કરી, મારા સમસ્ત
દ્રવ્યગુણપર્યાયને આનંદમય કરી દઉં છું. – આ મારી સ્વસમયરુપ
સમાધિ છે.
મારું દ્રવ્ય મારી આનંદપરિણતિરુપે દ્રવી રહ્યું છે.
આત્મદ્રવ્યને પોતાના આનંદમય દ્રવણમાં (પરિણમનમાં) એવી
એકરસતા થઈ છે કે બહારના કોઈપણ પરિષહની વેદના તેમાં ઘૂસી
શકતી નથી. આનંદરસના આસ્વાદમાં તૃપ્ત આત્માને બહારની કોઈ
અપેક્ષા જ રહી નથી, – એટલે બહારમાં ઇન્દ્રપદની સમ્પદા હો
કે કોઈ ઘોર ઉપદ્રવ હો, – બંને તેને તો સરખા જ છે, – પોતાથી
બાહ્ય જ છે. અહા, ચિત્ત તો પરમેશ્વરમાં લીન થયું છે – ત્યાં
પરમાનંદની શી વાત
!!
પહેલાં સમ્યગ્જ્ઞાને આત્મસ્વરુપનો ઉત્કૃષ્ટ મહિમા જાણી લીધો
છે; તેમાં એટલી બધી સુંદરતા છે કે તેને જાણતાં જ્ઞાનમાં મહાન
આનંદ થયો છે; દ્રવ્ય – ગુણ – પર્યાય – પ્રદેશો બધાય આનંદરસમાં
તરબોળ છે. અહા, આત્મસાધનાના પહેલા પગલામાં જ આવી મજા
છે. પછી તેમાં લીનતારુપ સમાધિ થાય ત્યારે તો બહારમાં દુઃખાદિ
પ્રસંગની વેદનાને પણ આત્મા વેદતો નથી, જ્ઞાન પોતાના સહજ
સુખના વેદનમાં જ મગ્ન છે. એ રીતે આત્મસમાધિવડે જ્ઞાન – સુખનું
વેદન વધતાં – વધતાં, સર્વ આવરણને તોડીને આત્મા પોતે
પરમસુખી પરમાત્મા થઈ જશે. – તેને હવે તો થોડીક જ વાર છે. –
તે માર્ગમાં ઝડપથી ચાલી રહ્યા છીએ.