Samyak Darshan Part 7 8 (Gujarati). Abhedmathi Bhed.

< Previous Page   Next Page >


Page 93 of 237
PDF/HTML Page 106 of 250

 

background image
સમ્યગ્દર્શન )
( સ્વભાવરસઘોલન : ૯૩
અભેદમાંથી ભેદ ઊપજ્યો છે...
ભેદ છે તે અભેદને સિદ્ધ કરે છે
‘‘જ્ઞાનસ્વરુપ આત્મા છે’’ એવો જે ગુણ – ગુણી ભેદ
ઉપજ્યો છે તે અભેદવસ્તુના અસ્તિત્વમાંથી ઊઠયો છે. ‘‘જ્ઞાન તે
આત્મા’’ એવો ગુણ – ગુણીભેદ કાંઈ જડમાંથી નથી ઊઠયો,
રાગમાંથી પણ નથી ઊઠયો, પણ જ્યાં ગુણ અને ગુણીનું અસ્તિત્વ
છે એવી એક ચૈતન્યવસ્તુમાંથી તે ભેદ ઊઠયો છે; ને તે વસ્તુને
અનુભવતાં તે બંને ભેદ તેમાં જ સમાઈ જાય છે.
આત્મા પોતે જ્ઞાનસ્વરુપ છે તો ‘જ્ઞાન તે આત્મા’ એવો ભેદ
ઊઠે છે; જો આત્મા જ્ઞાનસ્વરુપ ન હોય તો એવો ભેદ ક્યાંથી ઊઠે?
માટે ‘ભેદ’ (ગુણભેદ) જ્યાંથી ઊઠે છે ને જેમાં સમાય છે ત્યાં
જા.....તો ભેદદ્વારા તને અભેદની પ્રાપ્તિ થશે, ગુણદ્વારા વસ્તુની
પ્રાપ્તિ થશે. ગુણસ્વરુપ તો વસ્તુ જ છે, – બીજું કોઈ નથી. આ
રીતે ગુણનો ભેદ અભેદવસ્તુને જાણવામાં કારણ છે ( – વ્યવહાર
છે તે પરમાર્થનો પ્રતિપાદક છે) : ગુણ સાધન છે, વસ્તુ સાધ્ય છે.
ગુણ – ગુણીની એકતાદ્વારા ભાવશ્રુતરસ ઝરે છે....તેને પી – પીને
આત્મા અમર થાય છે.
ગુણ – ગુણીનો સમ્યક્ વિચાર આત્માને અન્ય પદાર્થોથી
જુદો રાખે છે; અન્યના સંબંધ વગરના એકલા ગુણગુણીમાંથી
રાગદ્વેષનું પણ ઉત્થાન થઈ શકતું નથી, એટલે રાગદ્વેષથી પણ
આત્માને જુદો રાખે છે; અને ‘જ્યાં ચેતન ત્યાં સર્વગુણ’ – જ્યાં
એક ગુણ છે ત્યાં સર્વ ગુણ છે – એ ન્યાયે અનંતગુણસંપન્ન
અવિકારી આત્માની સ્વાનુભૂતિ કરાવે છે. અહા, જૈનધર્મના
વ્યવહારમાં પણ પરમાર્થ કેવો સમાયેલો છે
!!